Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમા નવી પોલિટિકલ વોર શરૂ : 12 જુલાઈએ કોણ પહેલું રાજીનામું આપશે? ગોપાલ ઈટાલિયા કે કાંતિ અમૃતિયા

Gopal Italia Vs Kanti Amrutiya : ગુજરાતના રાજકારણમાં હાલ જોરદાર વાકયુદ્ધ શરૂ થયું છે..આ યુદ્ધ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભાજપના ધારાસભ્ય વચ્ચે શરૂ થયું છે...શાબ્દિક યુદ્ધ ધારાસભ્ય પદેથી રાજીનામા સુધી પહોંચી ગયું છે....તો શું ગુજરાતમાં 12 જુલાઈએ બે ધારાસભ્યોના રાજીનામા પડશે?...શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....
 

ગુજરાતમા નવી પોલિટિકલ વોર શરૂ : 12 જુલાઈએ કોણ પહેલું રાજીનામું આપશે? ગોપાલ ઈટાલિયા કે કાંતિ અમૃતિયા

Morbi News હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીના ધારાસભ્યએ ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે આવવાની ચેલેન્જ કરી હતી જેને ગોપાલ ઇટાલિયાએ સ્વીકારી હોવાનો વિડીયો સામે આવ્યો હતો ત્યારે બાદ મોરબીના ધારાસભ્યએ પ્રતિક્રિયા આપી હતી કે, સોમવારે વિધાનસભાના અધ્યક્ષ પાસે હું મારું રાજીનામું લઈને જવાનો છું અને ત્યાં ગોપાલભાઈ પણ રાજીનામું લઈને આવી જાય. હવે જો ચૂંટણી લડવામાં તમે પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર છે. 

fallbacks

બે ધારાસભ્યો રાજીનામા આપશે?
આમ, મોરબીમાં વરસાદના લીધે ઉભી થયેલ પરિસ્થિતિ બાદ હાથ ધરાયેલ કામગીરીનું નિરીક્ષણ કરવા ગયેલા ધારાસભ્ય આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવ્યો છે. મોરબીના વીસીપરા, પંચાસર રોડ, નાની કેનાલ રોડ વિગેરે વિસ્તારમાં રાત્રિના સમયે થતી કામગીરીનું નિરીક્ષણ કરવા માટે ધારાસભ્ય, કલેકટર અને કમિશનર પહોંચ્યા હતા. છેલ્લા દિવસોમાં થયેલ આંદોલનોમાં વિસાવદરવાળી કરવાની વારંવાર ચિમકી ઉચ્ચારી તે અંગેના પ્રશ્ન પૂછવામાં આવતા ધારાસભ્યએ જવાબ આપ્યો, ને રાજકારણ ગરમાયું. મોરબીના ધારાસભ્યની ચેલેન્જ સ્વીકારવા મુદે ગોપાલ ઇટાલિયાએ વળતો સટીક જવાબ આપ્યો છે. 

શું મોરબીમાં વિસાવદરવાળી થશે?
મોરબીમાં છેલ્લા ત્રણ દિવસમાં જુદાજુદા ત્રણ વિસ્તારમાં લોકોએ પ્રાથમિક સુવિધા માટે થઈને આંદોલન કર્યા હતા અને ત્યારે આમ આદમી પાર્ટીના લોકો પણ ત્યાં આવ્યા હતા. જો કે, તંત્ર દ્વારા જે વિસ્તારમાં કામ ચાલુ કરવામાં આવ્યું હતું, ત્યાં કાંતિભાઈ અમૃતિયા કલેક્ટર અને કમિશનર સહિતના અધિકારીને લઈને ગયા હતા અને ત્યાર બાદ પત્રકારોને કામગીરી વિષેની માહિતી આપતા હતા ત્યારે પત્રકારોએ પૂછ્યું હતુ કે, મોરબીમાં છેલ્લા દિવસોમાં થયેલા આંદોલનમાં લોકોને વારંવાર વિસાવદરવાળી થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. જેના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, ગોપાલભાઈ ચૂંટણી લડવા માટે આવી જાય હું રાજીનામું મૂકી દઈશ અને જો ગોપાલભાઈ ચૂંટણી જીતે તો હું તેને બે કરોડ રૂપિયા આપીશ આવી ખુલ્લી ચેલેન્જ આપી હતી.

પુલ હોનારતે સોનલબેનને એવા ઘા આપ્યા કે આજીવન નહિ રુઝાય! નજર સામે પતિ-બાળકોના મોત

ગોપાલ ઈટાલિયા પણ પોતાનું રાજીનામું આપશે?
આ પડકારને ગોપાલ ઈટાલિયાએ ઝીલી લીધી છે. તેમણે પણ એક વિડીયો સોશ્યલ મીડિયામાં મૂક્યો હતો અને મોરબીના ધારાસભ્યની ચેલેન્જ તેઓએ સ્વીકારી છે તેવું કહ્યું હતું. જેથી ગોપાલ ઈટાલિયાના વીડિયો સામે પ્રતિક્રિયા આપતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયએ કહ્યું હતું કે, ચોમાસામાં લોકોના પ્રશ્નો હોય તે હું સ્વીકારું છું અને લોકોની માફી માંગુ છું. જો કે, ગુજરાતમાં એક માત્ર વિસાવદરની બેઠક આવી ત્યાં તો આખા ગુજરાતમાં ઉપાડો લીધો છે. અને લોકોને ઉશ્કેરવાના અને ભડકાવવાના ધંધા કરવામાં આવી રહ્યા છે. જેથી હું આગામી સોમવારે 12 વાગ્યે રાજીનામું મુકવા માટે વિધાનસભાના અધ્યક્ષ પાસે જઈશ અને ગોપાલ ઈટાલિયા પણ ત્યાં પોતાનું રાજીનામુ મુકવા માટે આવી જાય. 

હું પાછો પડું તો મારા બાપમાં ફેર છે - કાંતિ અમૃતિયા 
આ બાદ મોરબીમાં ચૂંટણી આવે એટ્લે બંને મોરબીમાં આપણે બંને ચૂંટણી લડીશું અને હું જીભનો પાક્કો છું. ૧૯૯૮ માં યાર્ડની જમીન માટે બોલે લો તે કરી બતાવ્યુ છે. માટે હવે જો ચૂંટણી લડવામાં તમે પાછા પડ્યા તો તમારા અને હું પાછો પડું તો મારા બાપમાં ફેર છે. હાલમાં ગોપાલ ઈટાલિયાના નામે ગુજરાતમાં ધમકી આપે, લોકોને ઉશકેરે વિગેરે જેવુ કામ કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવાની જરૂર છે. અને મને ભાજપના સંનિષ્ઠ કાર્યક્રરો, મોરબીના વેપારીઓ અને ઉદ્યોગકારો ઉપર પૂરે પૂરો ભરોસો છે. જો કે, મોરબીની ચુંટણીમાં હું હરીશ તો ગોપાલ ઈટાલિયાને 2 કરોડ રૂપિયા હું આપીશ. અને તેના માટે મારી પૂરેપૂરી તૈયારી છે. 

ગોપાલ ઇટાલિયાને કાંતિ અમૃતિયાએ ચેલેન્જ આપ્યા બાદ ભાજપના આગેવાનો કાંતિ અમૃતિયાના સમર્થનમાં આવ્યા છે. અલગ અલગ મોરચાના ભાજપના હોદેદારોએ કાંતિ અમૃતિયાના સમર્થનમાં સોશ્યલ મીડિયામાં વીડિયો મૂક્યા છે. 

 

ગોપાલ જીતે તો 2 કરોડ આપીશ, સુરા બોલ્યા ફરે નહીં... કાંતિ અમૃતિયાનો ઈટાલિયાને પડકાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More