Home> Gujarat
Advertisement
Prev
Next

રાખડીમાં નવો ટ્રેન્ડ, પીઝા, બર્ગર, મિક્સ મિઠાઈ, ઢોસા જેવી ફૂડ રાખી બની આકર્ષણનું કેન્દ્ર


કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન ઇમિટેશનની માર્કેટમાં મંદીનો માહોલ છે. તેવામાં કારીગરો પોતાની આગવી કલા મુજબ બાળકોના પ્રિય ફૂડની રાખી તૈયાર કરી રાજકોટની જનતાને કંઈક નવું આપવા પ્રયત્ન કરેલ છે.

રાખડીમાં નવો ટ્રેન્ડ, પીઝા, બર્ગર, મિક્સ મિઠાઈ, ઢોસા જેવી ફૂડ રાખી બની આકર્ષણનું કેન્દ્ર

રક્ષિત પંડ્યા/રાજકોટઃ ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક ગણાતા રક્ષાબંધન પર્વને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે રાજકોટની બજારમાં અવનવી રાખડીઓનું વેચાણ શરૂ થઇ ચૂક્યું છે. 
રાજકોટમાં ઇમિટેશન બજારના કારીગરોએ પોતાની આગવી કારીગીરી બતાવી બાળકો માટે ખાસ અલગ વેરાયટી બજારમાં મુકી છે. આ વખતે ફૂડ રાખડીનો અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 

fallbacks

આ વખતે રાજકોટની માર્કેટમાં ફૂડ રાખી આકર્ષણનું કેન્દ્ર બની છે.  સૌરાષ્ટ્રમાં પ્રથમ ફૂડ રાખી નું વેચાણ રાજકોટમાં શરૂ થયું છે. રાજકોટનું ઇમિટેશન બજાર સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે અને આજ ઇમિટેશન બજારના કારીગરો પોતાની આગવી કળા મુજબ ફૂડ રાખી તૈયાર કરી છે. આ ફૂડ રાખીમાં પીઝા, બર્ગર , ઢોસા, પાણીપુરી, મિક્સ મીઠાઈ, ઘૂઘરા, સેન્ડવીચ અને મેગી જેવી ફૂડ ડીસનો સમાવેશ થાય છે.
fallbacks

કોરોના વૈશ્વિક મહામારી દરમિયાન ઇમિટેશનની માર્કેટમાં મંદીનો માહોલ છે. તેવામાં કારીગરો પોતાની આગવી કલા મુજબ બાળકોના પ્રિય ફૂડની રાખી તૈયાર કરી રાજકોટની જનતાને કંઈક નવું આપવા પ્રયત્ન કરેલ છે. આ સાથે જ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે મોટા ભાગના વેપારીઓ માત્ર ઓનલાઈન વેચાણ કરી રહ્યા છે અને તેમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

fallbacks

રાજકોટની ઈમિટેશન માર્કેટ જ્વેલરીની સાથે રાખડી બનાવવામાં પણ દેશભરમાં જાણીતું છે. રાખડી માટે હોલસેલના ઓર્ડર માર્ચ મહિનાથી મળવાના શરૂ થઈ જતા હોય છે પરંતુ કોરોનાની મહામારીને કારણે આ બુકિંગ મે મહિનામાં મળ્યા છે. જે બે મહિના મોડા નોંધાયા છે. આ સાથે રાજકોટમાં કુલ 200 થી 300 જેટલા વેપારીઓ રાખડી બનાવે છે અને જેમાં 10 હજારથી વધુ બહેનોને રોજીરોટી મળે છે.  રાજકોટમાં બનતી રાખડીની ડિમાન્ડ દિલ્હી, મુંબઈ, પંજાબ, રાજસ્થાન, યુપી જેવા રાજ્યોમાં હોય છે.  પરંતુ રાખડીના ઓર્ડર આ વર્ષે ઓછા મળતા તેની રોજીરોટી પર પણ મોટી અસર જોવા મળી છે.

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More