જયેન્દ્ર ભોઇ, પંચમહાલ: ઘોઘમ્બા (Ghoghmba) તાલુકાના કાલસર (Kalsar) ગામના ડેપ્યુટી સરપંચના પુત્ર પર ફાયરિંગ (Firing) થવાની ચકચારી ઘટના સામે આવી હતી. આ ફાયરિંગની ઘટનામાં નવો વળાંક સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘમ્બા (Ghoghmba) તાલુકાના કાલસર ગામના ડેપ્યુટી સરપંચ હરિસિંગ રાઠવાનો પુત્ર અનિલ ખેતરેથી ટ્રેકટર (Tractor) લઈ પોતાના ઘરે આવી રહ્યો હતો. તે દરમ્યાન રસ્તામાં બાઇક સવાર ત્રણ ઈસમોએ અનિલનું ટ્રેકટર (Tractor) ઉભું રખાવી તેની સાથે કોઈક બાબતે બોલાચાલી કરી હતી.
પત્ર લખીને કહ્યું, 'હું ભગવાન વિષ્ણુનો દસમો અવતાર 'કલ્કિ', કોરોના મારું જ સુદર્શન ચક્ર' છે'
આ બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા માથાકૂટ કરનાર ત્રણ ઈસમો પૈકી એક યુવકે અનિલ પર છાતીના ભાગે ફાયરિંગ (Firing) કરી દીધું હતું. ગોળી છાતીના ભાગે વાગતા ગંભીર રીતે ઘવાયેલ અનિલ લોહીલુહાણ હાલતમાં ઘટના સ્થળે પડ્યો હોવાની કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનું તરખટ રચવામાં આવ્યું હતું.
જાણો સાધ્વી જયા કિશોરીની કેટલી છે આવક, ક્યારે કરશે લગ્ન, લવ મેરેજને માને છે ઉત્તમ
જ્યારે હકિકતમાં યુવકે જાતે જ પોતાના પર ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. પતિ પત્ની વચ્ચેના અંત:કલેહના લીધે યુવકે જાતે જ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. દેશી તમંચા વડે યુવકે પોતાના જ ઘરમાં ફાયરિંગ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે દેશી તમંચો કબજો કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ ડેપ્યુટી સરપંચના પુત્ર અનિલની હાલત નાજુક હોવાથી તેને વડોદરા (Vadodara) ખાતે રીફર કરવામાં આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે