Gondal Ribda Firing Anirudhsinh Jadeja : સૌરાષ્ટ્રના નક્શાનું નાનકડું ગામ રીબડા હાલ વિવાદોને કારણે ચર્ચામાં આવ્યું છે. ગોંડલના રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર ફાયરિંગ કેસમાં નવો વળાંક આવ્યો છે. ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહે ગુજરાત બહારથી વીડિયો વાયરલ કર્યો હોવાનું ખૂલ્યુ છે. તેથી અન્ય રાજ્યોમાં પોલીસ દોડતી થઈ છે.
રીબડા ફાયરીંગની કબુલાતનો વિડીયો હાર્દિકસિંહ જાડેજાએ ગુજરાત બહારથી વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. તેથી હાર્દિકસિંહને ઝડપી લેવા રૂરલ પોલીસની ટીમોની ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ માટે પહોંચી છે. રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરીંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજાએ સ્વીકારી હતી. ત્યારથી રીબડા પોલીસ દોડતી થઈ છે. પોલીસ હાલ હાર્દિકસિંહ જાડેજાને શોધી રહી છે.
આ તપાસમાં નવી માહિતી સામે આવી છે, હાર્દિકસિંહ વીડિયો ગુજરાતમાં નહિ, પણ બહારથી બનાવ્યો હતો. કારણ કે, તેણે જ્યાંથી વીડિયો બનાવ્યો, ત્યાં દુકાનના બોર્ડ હિન્દી ભાષામાં લખાયેલા છે. તેથી હાર્દિકસિંહ ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં હોવાની શંકા પોલીસને છે. તેથી પોલીસે બંને રાજ્યોમાં રુરલ પોલીસની બે ટીમો દોડાવી છે.
જોકે, પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનારા બંને શખ્સોની પણ ઓળખ નથી થઈ. પોલીસે સીસીટીવીના આધારે માલૂમ કર્યું કે, બંને શખ્સો પરપ્રાંતીય હતા, અને રાજકોટથી રીબડા આવ્યા હતા અને રીબડાથી પરત રાજકોટ રૈયા ચોકડી સુધી ગયા હતા. ત્યાં સુધીનાા સીસીટીવી પોલીસને મળી આવ્યા છે. રૂરલ પોલીસની અલગ અલગ ટીમોએ હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણેય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે.
Ambalal Ni Agahi : અંબાલાલની તોફાની આગાહી, વરસાદનો અસલી રાઉન્ડ ઓગસ્ટમાં આવશે
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ગત ગુરુવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા 38 વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.
હાર્દિકસિહ જાડેજાએ લીધી જવાબદારી
ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની કબુલાત આપવામાં આવી છે. હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી હતી. સાથે જ રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના instagram આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો.
બનાસકાંઠામાં પૂરના પાણી ફરી વળ્યા! વરસાદી આફતે હાલ બેહાલ કર્યા, હાઈવે પણ પાણી પાણી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે