Home> Gujarat
Advertisement
Prev
Next

જુનાગઢ મનપાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપે નવા મેયરની જાહેરાત કરી, જુઓ કોણ બન્યું

જુનાગઢ મનપાની ચુટણીમાં ઐતિહાસિક 54 બેઠક સાથે જીત મેળવીને ભાજપે ફરી સત્તા હાંસિલ કર્યા બાદ મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે આ વખતે વર્ષોથી આવતી રિપીટ થિયરીને બદલાવીને ચારેય મહત્વના હોદ્દા ઉપર નવા ચહેરાને સ્થાન આપ્યું છે.

જુનાગઢ મનપાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ ભાજપે નવા મેયરની જાહેરાત કરી, જુઓ કોણ બન્યું

જુનાગઢ :જુનાગઢ મનપાની ચુટણીમાં ઐતિહાસિક 54 બેઠક સાથે જીત મેળવીને ભાજપે ફરી સત્તા હાંસિલ કર્યા બાદ મેયર, ડે.મેયર સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે આ વખતે વર્ષોથી આવતી રિપીટ થિયરીને બદલાવીને ચારેય મહત્વના હોદ્દા ઉપર નવા ચહેરાને સ્થાન આપ્યું છે.

fallbacks

આજે ગાંધીનગરનો સ્થાપના દિન - સરકારી વેબસાઈટ હજુ ય પાટનગરને ગાંધીજીની જન્મભૂમિ માને છે!

જુનાગઢમાં પ્રદેશ ભાજપના નેતાઓની ફોજે જે રીતે સત્તા હાંસલ કરવામાં તનતોડ અને તોડજોડની રાજનીતિથી ફરી મનપા ઉપર કબજો કર્યા બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આ મંગળવારે સાંજે ગાંધીનગર ખાતે મળેલી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં હોદ્દેદારોના નામો નક્કી કરવામાં આવ્યા હતા. ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ નીતિન ભારદ્વાજ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ સર્કિટ હાઉસ ખાતે નામોની જાહેર કર્યા હતા. જેમાં મેયર તરીકે ધીરુભાઈ ગોહેલ (વોર્ડ નંબર ૯), ડે.મેયર તરીકે હિમાંશુ પંડ્યા (વોર્ડ નંબર ૭), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાકેશ ધુલેશિયા (વોર્ડ નંબર ૫), અને શાસક પક્ષના નેતા તરીકે નટુભાઈ પટોળીયા (વોર્ડ નંબર ૧) અને દંડક તરીકે ધરમણ ડાંગર (વોર્ડ નંબર ૧૩) ની વરણી કરીને ચુંટાયેલા કોર્પોરેટરોને પાર્ટીનો વ્હીપ આપવામાં આવ્યો હતો.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

આ મુજબ જુનાગઢ મનપાનું પ્રથમ જનરલ બોર્ડ બોલાવાયું હતું, જેમાં મ્યુ.કમિશ્નર તુષાર સુમેરાની હાજરીમાં બોર્ડની કાર્યવાહી દરમિયાન તમામ હોદ્દેદારોની બિન હરીફ વરણી કર્યા બાદ નિયુક્તિ કરવામાં આવી હતી. આ તકે તમામ કોર્પોરેટરોએ ચૂંટાયેલા નવા હોદેદારોની શુભેચ્છાઓ આપી હતી. બીજી તરફ જેઓ ઘણા સમયથી મનાપના મહત્વના હોદ્દાઓ ભોગવી ચૂક્યા છે તેવા પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ સહિતના નામો મહત્વના હોદ્દા માટે ચર્ચામાં હતા. પરંતુ પાર્ટીએ નો રિપીટ થિયરી અપનાવી હતી. આ અંગે જરૂરથી અંદરખાને ભાજપના કોર્પોરેટરોમાં કચવાટ અનુભવાયો હશે, પણ બહાર આવ્યું ન હતું.

વડોદરા : પૂરના પાણીમાં પલળી ગયેલી ઘરવખરી જોવા ગયેલા અશોકભાઈ ઊંડા પાણીમાં ડૂબી ગયા...

કડિયા જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ મેયર બન્યા
વ્યવસાયે બિલ્ડર અને છેલ્લા ૩૦ વર્ષથી ગુર્જર ક્ષત્રીય કડિયા જ્ઞાતિના પ્રમુખ અને નવા વરાયેલા મેયર ધીરુભાઈ ગોહેલે જણાવ્યું કે, તેઓ જુનાગઢ શહેરીજનોના વિકાસ માટે વધુ પ્રયત્ન કરશે, તેના માટે ખોટા ખર્ચાઓ બંધ કરીને મનાપનાનો વહીવટ કરકસરથી ચલાવીશું. તેના માટે તેઓ પોતે પોતાનું ભથ્થું નહી લે. મનપાના કામ સિવાય મેયરની ગાડીનો ઉપયોગ પણ નહિ કરે અને સૌને સાથે રાખીને આગળ વધી વિકાસની હરણફાળ ભરીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More