Ambalal Patel Monsoon Prediction: રાજ્યમાં 5 દિવસ દરમિયાન વીજળી, કરા પડવા, પવન ફૂંકાવવાની સાથે હળવાથી ભારે કમોસમી વરસાદની આગાહીને પગલે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવામાન વિભાગે લોકોને સજાગ રહેવા માટે મહત્તપૂર્ણ સૂચના આપી છે.
બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ છે. તે સમયે 41 થી 61 kmph ની ગતીએ પવન ફંકાવવાની શક્યતા રહેલી છે. 5-15 mm/hr છુટાછવાયા વરસાદની આગાહી છે. આ સિવાય દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે.
ગુજરાતનો દરિયાકિનારો સૌથી લાંબો છે. જયા પોતાની રોજી રોટી રળવા માછીમારો દરિયો ખૂંદી માછલીઓ પકડવા મધદરિયે જતા હોય છે. ત્યારે આવતી કાલથી હવામાનમાં પલટો આવવાનો હોઈ દરિયાની સીમા અને માછીમારોની રક્ષા કરતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને પાછા આવવા સલાહ કરવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શિપ દ્વારા તેઓને લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપી પાછા આવવા અને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતોના માથે ભર ઉનાળે માવઠાનું સંકટ છે. આજથી આઠ તારીખ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. 5 અને 6 તારીખે કરા સાથે વરસાદ પડે તેવી આગાહી છે, તો સાત અને આઠ તારીખે પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.
આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે ચાર મેના રોજ...બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ,મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દમણ અન દાદરાનગર હવેલીમાં માવઠાની શક્યતા છે. તો કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલી તેમજ ભાવનગરમાં માવઠું થઈ શકે છે.
ગુજરાતનો દરિયાકિનારો સૌથી લાંબો છે. જયા પોતાની રોજી રોટી રળવા માછીમારો દરિયો ખૂંદી માછલીઓ પકડવા મધદરિયે જતા હોય છે. ત્યારે આવતી કાલથી હવામાનમાં પલટો આવવાનો હોઈ દરિયાની સીમા અને માછીમારોની રક્ષા કરતા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા દરિયામાં ગયેલા માછીમારોને પાછા આવવા સલાહ કરવામાં આવી છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની શિપ દ્વારા તેઓને લાઉડ સ્પીકર દ્વારા ચેતવણી આપી પાછા આવવા અને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.
આગામી 5 દિવસમાં કરા, વીજળી, પવન અને હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આગામી 8 મે, 2025 સુધી કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 5-6 મેના રોજ વીજળીના કડાકા-ભડાકા સાથે માવઠું અને પવન ફૂંકાશે. આ સાથે રાજ્યના 12 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ કરા પડવાની હવમાન વિભાગે ચેતવણી આપી છે.
વીજળીની ગતિવિધિ સાથે તીવ્ર વાવાઝોડા પૂર્વ રાજસ્થાનથી પશ્ચિમ મધ્ય પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, બિહાર સુધી ફેલાઈ રહ્યા છે અને આ સિસ્ટમ ગંગા પશ્ચિમ બંગાળ તરફ આગળ વધી રહી છે. સમગ્ર પટ્ટામાં કરા પડવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે આ અંગે સાવધાની રાખવાની સલાહ આપી છે. આગામી કેટલાક કલાકો માટે દિલ્હી એનસીઆરમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે.
આગાહી મુજબ, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પરનું હવાનું ચક્રવાત હવે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તારોમાં દરિયાની સપાટીથી 0.9 કિ.મી. ઉપર છે. આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે માવઠું પડવાની આગાહી છે. જેમાં આવતીકાલે રવિવારે (4 મે, 2025) કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લાના કેટલાક સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
ઉત્તર પશ્ચિમ ભારતમાં 7 મે સુધી થશે કમોસમી વરસાદ
૭ મે સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં ભારે વરસાદ અને ભારે પવન સાથે વાવાઝોડાની શક્યતા છે. આગામી 4-5 દિવસ દરમિયાન મધ્ય, પૂર્વ અને દ્વીપકલ્પ ભારતમાં વાવાઝોડા, વીજળી, કરા અને ભારે પવન ફૂંકાશે. 5-8 મે દરમિયાન ઉત્તરપૂર્વ ભારતમાં ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ માવઠા સાથે કરા પડવાની આગાહીને પગલે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આ બે દિવસ દરમિયાન રાજ્યભરમાં 50-60 KMPHની ગતિએ પવન ફૂંકાવવાની સાથે કમોસમી વરસાદની પડવાની આગાહીને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
7 મે, 2025ના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ભાવનગર, સુરત, નર્મદા અને 8 મેના રોજ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભરૂચ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના અને પવન ફૂંકાવવાની સાથે ભારે કમોસમી વરસાદની આગાહી પગલે હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
છેલ્લા 24 કલાકમાં આ રાજ્યોમાં વરસાદ પડ્યો
તેલંગાણામાં કેટલાક સ્થળોએ 70-100 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંતરિક કર્ણાટક, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 40-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. પૂર્વી મધ્યપ્રદેશ, તેલંગાણામાં કરા પડ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે