Home> Gujarat
Advertisement
Prev
Next

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ખુબ જ ભારે! જાણો ભયાનક આગાહી

રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ 10 ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ ખુબ જ ભારે! જાણો ભયાનક આગાહી

Gujarat Monsoon 2024: રાજ્યમાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે તેમ જણાવી રાહત કમિશનર આલોક પાંડેએ વરસાદની વિગતો આપી હતી. વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ 24 x 7 ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર કાર્યરત છે. 

fallbacks

ગુજરાત ભાજપમાં ભૂકંપ; ધર્મેન્દ્ર શાહને કોષાધ્યક્ષ અને AMC પ્રભારી પદેથી હટાવ્યા!

રાજ્ય કક્ષાએથી જિલ્લા કલેક્ટરઓને વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ 10 ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ 20 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે. 

શું છેલ્લા 24 કલાકમાં જૂનાગઢમાં 70 ઈંચ વરસાદ પડ્યો? સરકારના આંકડા સામે સવાલ

રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ ૪૫ વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા 398 વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના 57 ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના 09 સ્ટેટ હાઇવે, પંચાયતના 174 રસ્તાઓ તથા અન્ય ૨૬ રસ્તાઓ મળી કુલ ૨૦૯ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે ૩૫૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી. જે પૈકી ૩૧૪ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા ૪૫ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે. વરસાદની પરિસ્થિતિ દરમિયાન પેનિક ન થઈ કાળજી રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા શ્રી પાંડેએ રાજ્યના નાગરિકોને અપિલ કરી હતી. 

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ! આ જિલ્લામાં 20 ઇંચ વરસાદમાં જળતાંડવની સ્થિતિ

હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે. 

ગુજરાતમાં કુદરતે મચાવ્યો તાંડવ! જાણો પોરબંદરમાં ભારે વરસાદે ક્યા કેવો વેર્યો વિનાશ?

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં પડેલ વરસાદની વિગતો આપતાં કહ્યું કે, પોરબંદર જિલ્લામાં ૩૦૧ મી.મી., દેવભૂમિ દ્વારકામાં જિલ્લામાં ૨૨૭ મી.મી., જુનાગઢ જિલ્લામાં ૧૭૬ મી.મી., વલસાડ જિલ્લામાં ૧૯૫ મી.મી., જામનગર જિલ્લામાં ૮૬ મી.મી., ગીર સોમનાથ જિલ્લામાં ૬૫ મી.મી., રાજકોટ જિલ્લામાં ૪૬ મી.મી., નવસારી જિલ્લામાં ૪૧ મી.મી. વરસાદ તથા અન્ય જિલ્લાઓમાં ૧ ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સાંજના ૬.૦૦ કલાક સુધીમાં સરેરાશ ૩૨૮.૪૪ મી.મી. વરસાદ વરસ્યો છે. જે સરેરાશ વરસાદની સામે ૩૭.૨૦ ટકા જેટલો થાય છે. 

સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: દ્વારકામા આભ ફાટ્યું! 14 ઇંચ વરસાદમાં ગામેગામ જળબંબાકાર

રાજ્યના ૨૦૬ જળાશયો પૈકી હાઈ એલર્ટ પર ૧૩, એલર્ટ પર ૧૧ અને વોર્નિંગ પર ૧૬ જળાશયો છે. રાજ્યના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ ૨,૦૫,૧૨૨ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનો ૩૬.૬૨ ટકા જેટલો છે. સરદાર સરોવરમાં ૧,૮૩,૫૩૨ એમ.સી.એફ.ટી જેટલો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના ૫૪.૯૪ ટકા જેટલો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

TAGS

gujarat weather forecastGujarat Weatherweather updatesઅંબાલાલની આગાહીગુજરાતનું હવામાનrain todayahmedabad weatherpredictionGujarat Monsoon ForecastAmbalal Patel forecastગુજરાતgujaratmetrology departmentગુજરાતમાં વરસાદની અંબાલાલ પટેલની આગાહીRainfall NewsWeather expertઅંબાલાલ પટેલની આગાહીઅંબાલાલ પટેલગુજરાતમાં વરસાદની આગાહીGujarat Rain forecastMonsoon 2024monsoon alertIMDIndia Meteorological Departmentવરસાદની આગાહીહવામાન વિભાગની આગાહીrain forecast in gujaratGujarat Monsoon 2024Gujarat Rain forecastગુજરાતમાં વરસાદ ક્યારેAmbalal Patelઆંધી તોફાન સાથે વરસાદની આગાહીMonsoon Updateવીજળીના કડાકા સાથે વરસાદગાજવીજ સાથે વરસાદthunderstrome forecastParesh Goswami forecastપરેશ ગોસ્વામીની આગાહીવીજળી પડીપાણી ભરાયાઆગામી 24 કલાક ભારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીમેઘો મુશળધારભારે વરસાદની આગાહીવરસાદી માહોલસર્ક્યુલર સાયકલોનિક સિસ્ટમFlood Alert
Read More