તેજશ મોદી/સુરત :NIA એ દેશના 6 રાજ્યોમાં શંકાસ્પદ લોકોની શોધમાં 13 જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. ત્યારે આજે વહેલી સવારથી એટીએસ (ATS) અને એનઆઇએની (NIA) ટીમે ગુજરાતમાં ધામા નાંખ્યા છે.ગુજરાતમાં ભરૂચ, સુરત, નવસારી અને અમદાવાદ જિલ્લા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. હૈદરાબાદમાં દેશ વિરોધી ગતિવિધિઓ તપાસ દરમ્યાન હિન્ટ મળતા એજન્સીઓ ગુજરાત અને અન્ય રાજ્યોમાં દોડતી થઈ છે. કેટલાક ઉર્દુ સાહિત્યની પણ તપાસ શરૂ કરાઇ છે. હાલ ત્રણની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએ અને એટીએસની કાર્યવાહીને લઇને ચારેય શહેરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે એનઆઈએ કોઈ મોટી કાર્યવાહી કરી શકે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે.
સુરતમાં યુવકની અટકાયત
સુરતમાં આજે વહેલી સવારે ભાગાતળાવ વિસ્તારમાં ATS અને NIA ટીમ પહોંચી હતી. વહેલી સવારે પાંચ વાગ્યા ઓપરેશન શરૂ કરાયુ છે. જેમાં શકમંદ આરોપી યુવક જલીલ મુલ્લાહની અટકાયત કરવામાં આવી છે. તેને પૂછપરછમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એસઓજીની કાર્યાલયમાં તેને લઇ જવાયો છે. આ ઓપરેશનમાં સુરત પોલીસ પણ તપાસમાં જોડાઇ છે. જોકે, આ અંગે હજી સુરત પોલીસે કોઇ સત્તાવાર ખુલાસો કરાયો નથી. આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોનુ કહેવુ છે કે, 2021નું આઈએસઆઈએસનું એક મોડ્યુલ હતુ જેને ભટકલ ગામ સાથે જોડાયેલુ હતુ. ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ થઇ રહી હતી ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ સામે આવ્યું હતુ. જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં વહેતી હતી દૂધની નદીઓ, લમ્પી વાયરસને કારણે ઘટી ગયુ દૂધનું ઉત્પાદન
ભરૂચમાં પિતા-પુત્રની પૂછપરછ
ભરૂચમાં NIA, ગુજરાત ATS અને સેન્ટ્રલ IB ની ટીમોએ ધામા નાંખ્યા છે. આમોદ અને કંથારીયામાં રહેતા પિતા-પુત્રની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આમોદના મૌલાના અમીન અને તેના પિતાની પૂછપરછ શરૂ કરાઇ છે. ઈન્ટરનેશનલ કોલ ટ્રેસિંગના આધારે એજન્સીઓ સવારે 5 વાગ્યાથી ભરૂચને ધમરોળી રહી છે.
અન્ય રાજ્યોમાં ક્યાં ક્યાં ઓપરેશન
ઉલ્લેખનીય છે કે, દેશનો સ્વતંત્રતા પર્વ આવી રહ્યો છે. ત્યારે આતંકી ઘટનાઓ બનવાનો ડર હોય છે. તે પહેલા જ ATS અને NIA એલર્ટ થઈ ગયુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે