Home> Gujarat
Advertisement
Prev
Next

રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, અમદાવાદમાં નવ અને રાજકોટમાં ત્રણ કેસ નોંધાયા

રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના ત્રણ કેસ નોંધાયા છે. 

 રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, અમદાવાદમાં નવ અને રાજકોટમાં ત્રણ કેસ નોંધાયા

અમદાવાદઃ રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂએ દેખા દીધી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના નવ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂના કેસ સામે આવતા તંત્ર એલર્ટ બની ગયું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જે નવ દર્દીઓ સ્વાઇન ફ્લૂની સારવાર લઈ રહ્યાં છે તેમાંથી 7 દર્દીના સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ નવમાંથી બે દર્દી અમદાવાદના તો સાત અન્ય શહેરના છે. 

fallbacks

બીજીતરફ રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના ત્રણ કેસ નોંધાયા છે. આ ત્રણમાંથી બે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં તો એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા રાજકોટ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. સ્વાઇન ફ્લૂને અટકાવવા માટે પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. લોકોમાં પણ જાગૃત રહે તે પણ જરૂરી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More