અમદાવાદ :લંપટ અને નફ્ફટ નિત્યાનંદ (Nithyananda) ક્યાં છે તે હજી કોઈને ખબર નથી. ગુજરાત પોલીસ તેને શોધી રહી છે. તેને શોધવા માટે ઈન્ટરપોલની પણ મદદ લેવાઈ છે. ત્યાં લંપટ નિત્યાનંદને લઈને એવા સમાચાર આવ્યા છે, જેના તમે વિચાર પણ નહિ કરી શકો. નિત્યાનંદે ઈક્વાડોર (Ecuador)માં ખાનગી ટાપુ ખરીદી લીધો છે. જેને નિત્યાનંદે પોતાનો દેશ (Greatest Hindu Nation on Earth) ગણાવ્યો છે. તેણે પોતાના આ દેશ માટે રાષ્ટ્રીય પ્રાણી, રાષ્ટ્રીય પક્ષી અને રાષ્ટ્રીય ફૂલ પણ જાહેર કર્યા છે.
નિત્યાનંદ કાંડમાં ભાગીદાર DPSના કૌભાંડને લીધે વિદ્યાર્થીઓએ શિયાળાની કડકડતી ઠંડીમાં રાતવાસો કર્યો
અમદાવાદના હાથીજણ સ્થિત DPS સ્કૂલના કેમ્પસમા ચોલતો નિત્યાનંદનો આશ્રમને હંમેશના માટે તાળા મારી દેવામાં આવ્યા છે. નિત્યાનંદ પર બાળકોને ગોંધી રાખવા તેમજ રેપ જેવા ગંભીર કેસ ચાલી રહ્યાં છે. અમદાવાદ આશ્રમના તેના સાધકોને ભાગીને બેંગલુરુ જવુ પડ્યું છે. ત્યારે પોતાને સ્વ કથિત ભગવાન ગણાવતા ભાગેડુ નિત્યાનંદે પોતાનો અલગ દેશ બનાવી લીધો છે. નિત્યાનંદે ઈક્વાડોરમાં એક પ્રાઇવેટ આઇલેન્ડ ખરીદ્યા બાદ તેનું નામ ‘કૈલાસા’ (Kailaasa) રાખ્યુ છે. આટલુ જ નહિ આ દેશને હિન્દૂ રાષ્ટ્ર ગણાવ્યુ છે. નિત્યાનંદે પ્રાઇવેટ આઇલેન્ડ પર વસાવેલા પોતાના અલગ દેશ માટે નેશનલ ફ્લેગ, નેશનલ એનિમલ, નેશનલ બર્ડ, નેશનલ ફ્લાવર અને નેશનલ ટ્રી પણ જાહેર કર્યો છે. નિત્યાનંદે વેબસાઈટ પર પોતાના દેશનો જુદા બંધારણ અને સરકારી બંધારણની જાણકારી આપી છે.
વેબસાઈટ પર લોકોને કેવા ગેરમાર્ગે દોરે છે
નિત્યાનંદની આ વેબસાઈટ પર જાઓ તો તમને ચોંકાવનારા ખુલાસા જોવા મળશે. તેની વેબસાઈટ પર લખાયું છે કે, કૈલાસા કોઈ સીમાઓ વગરનો એક દેશ છે જેને દુનિયાભરથી હાંકી કઢાયેલા હિન્દુઓએ વસાવ્યો છે. તેઓએ પોતાના જ દેશોમાં પ્રામાણિક રીતે હિન્દુ ધર્મના અભ્યાસ કરવાનો અધિકાર ગુમાવી દીધો છે. તેણે આ દેશમાં ગુરુકુળ શિક્ષા પદ્ધતિ વિકસાવી હોવાની વાત કરી છે. એક તરફ તે વેબસાઈટ પર ડોનેશન માંગી રહ્યો છે, તો બીજી તરફ તે મફત સ્વાસ્થય, મફત શિક્ષણ, મફત ભોજન આપવાની વાત કરી રહ્યો છે.
નિત્યાનંદ ક્યાં છે તેની કોઈને ખબર નથી
બે યુવતીઓના મિસીંગ કેસમાં હાલ ગુજરાત પોલીસ નિત્યાનંદને શોધી રહી છે. તેને શોધવા માટે ગુજરાત પોલીસ કર્ણાટકના તેના આશ્રમ સુધી પહોંચી હતી, પરંતુ તેના હાથ કંઈ પણ લાગ્યું નથી. તો આ મામલે ગુજરાત પોલીસે ઈન્ટરપોલ, વિદેશ મંત્રાલયની પણ મદદ લીધી છે. સૂત્રોનું કહેવું છે કે, નિત્યાનંદ 2018ના વર્ષમાં જ દેશ છોડીને ભાગી ગયો હતો. તો સાથે જ તેનો પાસપોર્ટ સપ્ટેમ્બર, 2018માં એક્સપાયર થયો હોવાનું સામે આવ્યું છે. તેના બાદ નિત્યાનંદ જુદી જુદી જગ્યાઓ પર હોવાનો ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે તેના અલગ દેશની આ માહિતી ચોંકાવી દે તેવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે