Home> Gujarat
Advertisement
Prev
Next

પાટીલે આપ્યું નીતિન પટેલના હિન્દુત્વ નિવેદનને સમર્થન, કહ્યું-તેમણે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું

ગુજરાતભરમાં હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનનું સીઆર પાટીલે (CR Patil) સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યા છે.  

પાટીલે આપ્યું નીતિન પટેલના હિન્દુત્વ નિવેદનને સમર્થન, કહ્યું-તેમણે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતભરમાં હાલ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel) નું હિન્દુત્વ પરનું નિવેદન ચર્ચામાં છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનનું સીઆર પાટીલે (CR Patil) સમર્થન કર્યું છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, હિન્દુ બહુમતિ (hinduism) માં છે ત્યા સુધી બધુ બરાબર છે. ત્યારે તેમના સમર્થનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ આવ્યા છે.  

fallbacks

સીઆર પાટીલે નીતિન પટેલના નિવેદનનું સમર્થન આપતા કહ્યું કે, આવનારા દિવસનું ભવિષ્ય જોઈને નીતિન પટેલ બોલ્યા છે. નીતિન પટેલે ભવિષ્ય જોઈ વાસ્તવિકતાનું વર્ણન કર્યું છે. અગમચેતીના ભાગરૂપે નીતિન પટેલે આ વાત કરી છે. હું નીતિન પટેલની વાત સાથે સહમત છું. આજે ભરૂચ અને અંકલેશ્વર આવેલા ગુજરાત પ્રદેશ BJP પ્રમુખ સી.આર.પાટીલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનને યોગ્ય ગણાવ્યું હતું.

નીતિન પટેલે કહ્યું હતું કે, હિન્દુ બહુમતિમાં છે ત્યા સુધી બધુ છે
ગુજરાતના પ્રથમ ભારત માતાના મંદિરનું નિર્માણ કરાયું છે. ભારત માતાના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા VHP અને RSS ના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નીતિન પટેલનું એક નિવેદન ખુબ જ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, દેશમાં બંધારણ, ધર્મનિરપેક્ષતા અને કાયદાની વાત ત્યાં સુધી જ ચાલશે, જ્યાં સુધી હિન્દુઓ બહુમતીમાં છે. જો હિન્દુઓ લઘુમતી થઇ ગયા તો ન તો કોઇ કોર્ટ કચેરી હશે ન કોઇ કાયદો. 

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે, તમારો વીડિયો ઉતારવો હોય તો ઉતારી લો અને મારા શબ્દો પણ લખી લો, જ્યાં સુધી હિન્દુઓ દેશમાં હિન્દુઓની બહુમતી (hindu majority) છે ત્યાં સુધી જ આ કાયદો, બંધારણ અને બિનસાંપ્રદાયિકતા જેવી વાતો છે. ભગવાન ન કરે અને જો હિન્દુઓની સંખ્યા ઘટી અને તેઓ લઘુમતી થઇ ગયા તો તે દિવસથી ન તો કોઇ કોર્ટ કચેરી, ન લોકસભા, ન બંધારણ બધુ જ દફન થઇ જશે. કંઇ જ બાકી નહી રહે. આ તો ઓછા અને લઘુમતીમાં છે એટલે શાંત છે. હું બધાની વાત નથી કરતો હજારો મુસ્લિમો દેશભક્ત પણ છે અને ભારતીય સેનામાં પણ છે. સેંકડો મુસ્લિમો ગુજરાત પોલીસમાં પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More