મહેસાણા : ગુજરાતના કાર્યકારી નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ભાજપની કાર્યકારીની બેઠક પુર્ણ થતા જ સીધા મહેસાણા ખાતે પહોંચ્યા હતા. મહેસાણા ખાતે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા 62 કરોડના ખર્ચે બનેલા મહેસાણા- રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળ પથનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. નીતિન પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું કે, મને કોઇ કાઢી શકે તેમ નથી. જ્યાં સુધી હું લાખો લોકોનાં હૃદયમાં છું ત્યા સુધી મને કોઇ કાઢી શકે તેમ નથી. હું મહેસાણાનું પાણી પીધેલો અસલ પાટીદાર છું. એમ કોઇ મને કાઢી શકે તેમ નથી.
નવનિયુક્ત ભૂપેન્દ્ર પટેલ 2.30 વાગ્યે શપથ ગ્રહણ કરશે, ઘરે લાપસીના આંધણ મુકાયા
નીતિન પટેલે જણાવ્યું કે, 30 વર્ષથી હું ભાજપ સાથે સંકળાયેલો છું. અનેક ચડતી પડતી મે જોઇ છે. નવનિર્માણ આંદોલન હોય કે કોંગ્રેસની સરકારનો સમય ખુબ ડંડા ખાધા છે. મે અનેક સરકારો આવતી અને જતી જોઇ છે. હું પક્ષનો એક નાનકડો અદનો કાર્યકર્તા છું અને રહીશ. કોઇનાં કંઇ કહેવાથી હું જતો નથી રહેવાનો. આજે હું જે કાંઇ પણ છું તે મહેસાણા અને કડીના કારણે છું. તેથી આ જનતાના હૃદયમાં છું ત્યાં સુધી મને કોઇ હલાવી શકે તેમ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે