Home> Gujarat
Advertisement
Prev
Next

સ્મશાન અને મુતરડી માણસ માટે ખૂબ જરૂરી, આ જ્ઞાન અને સંસ્કાર મને ભાજપમાંથી મળ્યા છે

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે મહેસાણા આરટીઓ કચેરી નજીક નવા સ્માશાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે મેં મહેસાણામાં મુતરડીનું ઉદઘાટન કર્યું હતું, સ્મશાન અને મુતરડી માણસ માટે ખૂબ જરૂરી છે.

સ્મશાન અને મુતરડી માણસ માટે ખૂબ જરૂરી, આ જ્ઞાન અને સંસ્કાર મને ભાજપમાંથી મળ્યા છે

તેજસ દવે/મહેસાણા: ફરી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ફરીથી લોકસંપર્કમાં લાગી ગયા છે. જ્યાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે મહેસાણા આરટીઓ કચેરી નજીક નવા સ્માશાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પરંતુ અહીં કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના એક નિવેદનથી સૌ કોઈ આશ્ચર્યમાં મૂકાયા હતા.

fallbacks

સાળંગપુર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video

નીતિન પટેલે આ પ્રસંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ વિકાસ યાત્રા નબળી પડતી હોય છે, પણ મહેસાણામાં વિકાસ યાત્રા અવિરત રહી છે. હું મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલને અભિનંદન આપું છું. નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેને અઢી વર્ષ ખૂબ સારું કામ કર્યું છે. વર્ષાબેન ક્યારેય અવિવેકી બોલ્યા નથી. 225 કરોડનું કામ અઢી વર્ષમાં થાય તે કોઈ નાની વાત નથી. કૌશિકભાઈ કારોબારી ચેરમેન જે નગરપાલિકાના ખૂબ જાણકાર વ્યક્તિ છે.

Aditya L1 Launch : ભારતના અભિમાન આદિત્ય-L1નું સફળ લોન્ચિંગ , ચંદ્ર પછી ભારતનો સૂર્ય મિશનમાં ડંકો

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્મશાનના લોકાર્પણ પ્રસંગે આપેલ એક નિવેદન જોરદાર વાયરલ થઈ રહ્યું છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે, આજે હું નવા સ્માશાનનું લોકાર્પણ કરવા આવ્યું છું, ત્યારે રાજકારણમાં સ્મશાનના ઉદ્દઘાટનની વાત આવે ત્યારે લોકો એમ કહે કે હવે ત્યાં પણ રીબીન કાપવા લાગ્યા. મેં મહેસાણામાં મુતરડીનું પણ ઉદઘાટન કર્યું હતું, સ્મશાન અને મુતરડી માણસ માટે ખૂબ જરૂરી છે. મને આ જ્ઞાન અને સંસ્કાર ભાજપે આપ્યા છે. 

પહેલા ચંદ્ર પર ચમત્કાર, હવે સૂર્યને નમસ્કાર; હેલો ઓર્બિટમાં સ્થાપિત થશે Aditya L1

નીતિન પટેલે ઉમેર્યું હતું કે, વિરોધ પક્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શૌચાલય અભિયાનની વાત કરી ત્યારે ખૂબ ટીકા કરી હતી. પણ જ્યારે શૌચાલયના આંકડા આવ્યા ત્યારે ખબર પડી કે મહિલાઓ અને બહેનોને કેવી તકલીફ પડતી હતી. આખા દેશમાં આ સ્થિતિ હતી. આ પાયાની જરૂરિયાતની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકોના ધ્યાનમાં મૂકી છે.

Bank FD Interest Rate: આ બેંકોએ કરી કમાલ, FD પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ દર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More