Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં આ જગ્યાએ જતા હોય તો સાવધાન! 150 મીટરની ત્રિજ્યામાં 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયો, જાણો કેમ?

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા એરોમાં સર્કલની ચારે તરફ 150 મીટર ની ત્રિજ્યામાં કોઈપણ જાતના વાહનો પાર્ક ન કરવાને લઈને નો પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ તો કરી દેવાયું છે અને કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે. 

ગુજરાતમાં આ જગ્યાએ જતા હોય તો સાવધાન! 150 મીટરની ત્રિજ્યામાં 'નો પાર્કિંગ ઝોન' જાહેર કરાયો, જાણો કેમ?

અલકેશ રાવ/બનાસકાંઠા: જિલ્લાના મુખ્ય મથક પાલનપુર એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા શહેરીજનો માટે માથાના દુ:ખાવા સમાન બની છે. એરોમા સર્કલની ચારે તરફ ટેક્સી અને સટલિયા ધારકો રસ્તા વચ્ચે જ અડીંગો જમાવતા અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. 

fallbacks

જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા એરોમાં સર્કલની ચારે તરફ 150 મીટર ની ત્રિજ્યામાં કોઈપણ જાતના વાહનો પાર્ક ન કરવાને લઈને નો પાર્કિંગ ઝોન જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ તો કરી દેવાયું છે અને કડક કાર્યવાહી કરવાની જોગવાઈ કરાઈ છે. 

આ પણ વાંચો:

ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર

કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત

ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે

એરોમાં સર્કલ પર 150 મીટરની ત્રિજ્યામાં નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. અગાઉ પણ અનેકવાર જાહેરનામા પ્રસિદ્ધ કરાય છે પણ તેનો કડક અમલ થતો નથી. જિલ્લા કલેક્ટર દ્વારા ટ્રાફિકની સમસ્યાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયુ છે પરંતુ આ જાહેરનામાની અમલવારી કરાવે કોણ. જો કે જાહેરનામાના અમલવારીની જવાબદારી પાલનપુર શહેર ટ્રાફિક પોલીસની હોવા છતાં જાણે ટ્રાફિક પોલીસ ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો એરોમા સર્કલ પર જોવા મળ્યા.

આ પણ વાંચો:

યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર

કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય

છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!

જિલ્લા કલેકટરના જાહેરમાં બાદ પણ વાહનોનો અડીંગો યથાવત જોવા મળતા જિલ્લા કલેકટરના જાહેરનામાના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ત્યારે ઝી મીડિયાની ટીમના કેમેરાને જોઈને ટ્રાફિક પોલીસ હરકતમાં આવી અને એરોમા સર્કલ ઉપરના વાહનો દૂર કરવાની નાટકીય કોશિશ કરી. જોકે હવે જોવાનું એ રહ્યું કે જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો કેટલો અમલ થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More