ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાત સરકારે નવરાત્રિની જાહેર ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે અને માતાજીની આરતી માટે પરમિશન આપવામાં આવી છે. ત્યારે આરતીને લઈને રાજ્ય સરકારે મોટી સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, નવરાત્રિ દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના એવા સ્થળ કે પ્રિમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહિ. નવરાત્રિ (navratri) દરમિયાન જાહેર સ્થળો, માર્ગો અને સાર્વજનિક સ્થાનોમાં માતાજીની આરતી અને પૂજાના કાર્યક્રમ માટે જ પોલીસની મંજૂરી મેળવવાની રહેશે. 17 ઓક્ટોબર, શનિવારથી શારદીય નવરાત્રિ નવદુર્ગાની ઉપાસનાનું પર્વ શરૂ થઇ રહ્યું છે, જે 25 ઓક્ટોબર સુધી રહેશે. આગામી 25 ઓક્ટોબરના રોજ વિજયાદશમી (દશેરા) પર્વની ઉજવણી થશે.
આ પણ વાંચો : લિંબડીની પેટાચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો ઉમેદવાર, જાણો કોણ લડશે ભાજપ સામે ચૂંટણી?
સોસાયટીવાળા પોલીસ પાસે પરમિશન લેવા પહોંચ્યા હતા
આમ સરકારે આરતી પૂજા કરવાની છૂટ તો આપી હતી, પણ આરતીની મંજૂરી અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. બીજી તરફ અનેક સોસાયટીઓ મંજૂરી લેવા માટે પોલીસ પાસે પહોંચી હતી, તો પોલીસ વિભાગને પણ મૂંઝવણ હતી કે, પરમિશન આપવી કે નહિ. તેથી રાજ્ય સરકારે આ સ્પષ્ટતા કરી છે. આ સમાચાર લોકો માટે રાહતના બની રહેશે. સોસાયટીના લોકોને હવે કોરોના મહામારીમાં પોલીસ સ્ટેશનના મંજૂરી માટે ધક્કા નહિ ખાવા પડે.
નવરાત્રિ માટે ખાસ માર્ગદર્શિકા
સોસાયટીમાં પણ આરતી અને પ્રસાદ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે, તેનુ પાલન સોસાયટીવાળાઓએ કરવાની રહેશે.
કળશ સ્થાપનાનું મુહૂર્ત
નવરાત્રિમાં કળશ સ્થાપા અશ્ચિન શુક્લ પ્રતિપ્રદાના સમયે કરવામાં આવે છે. આ વખતે પ્રતિપદા રાત્રે 9.08 કલાકે રહેશે. તેના ચાર શુભ મુહૂર્ત હશે. સવારે 7.30 થી 9.00 સુધી, બપોરે 1.30થી 3.00 સુધી, બપોરે 3.00 થી 4.30 સુધી અને સાંજે 6.00 થી 7.30 સુધી કળશ સ્થાપના કરી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે