Home> Gujarat
Advertisement
Prev
Next

વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યો ટ્રાફિકના નિયમનો ભંગ, હેલ્મેટ વગર બાઇક ચલાવતો વીડિયો વાયરલ

પરેશ ધાનાણીનો આ વીડિયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.   

 વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કર્યો ટ્રાફિકના નિયમનો ભંગ, હેલ્મેટ વગર બાઇક ચલાવતો વીડિયો વાયરલ

અમદાવાદઃ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીનો બાઇક ચલાવતો એક વીડિયો વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોને લઈને અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. પરેશ ધાનાણી આ વીડિયોમાં હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા નજરે પડી રહ્યાં છે. ત્યારે પરેશ ધાનાણીએ ખુલ્લેઆમ કાયદાનો ભંગ કર્યો છે. શું વિરોધપક્ષના નેતાને હેલમેન પહેરવાનું ફરજીયાત નથી. માત્ર સામાન્ય જનતા માટે જ કાયદો લાગું પડે છે. પરેશ ધાનાણીની પાછળ એક વ્યક્તિ બાઇકની પાછળ બેઠો છે ત્યારે તે ચાલુ બાઇક પર વીડિયો ઉતારી રહ્યાં છે. ત્યારે હાલનો આ વીડિયોને લઈને સવાલો ઉઠી રહ્યાં છે. પ્રજાના પ્રતિનિધિ હોવાને કારણે તેમણે કાયદાનું પાલન કરવું જોઈએ અને પ્રજામાં એક દાખલો બેસાડવો જોઈએ ત્યારે આ વીડિયોમાં પરેશ ધાનાણી ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે.  

fallbacks

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More