ગૌરવ પટેલ/અમદાવાદ :કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વનું નિવેદન આપ્યું હતું. લોકશાહીમાં નહીં માનનારી ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને બદનામ કરવા કોંગ્રેસના ધારાસભ્યોના નામ ઉછાળવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા ભ્રામક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગઈકાલથી અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોવાની વાત માધ્યમોમાં ચાલી રહી છે. અત્યાર સુધી વિધાનસભાના અધ્યક્ષ દ્વારા પુષ્ટિ આપવામાં આવી નથી. ધારાસભ્યોના રાજીનામાની સાબિતી આપવામાં આવી નથી. આવી વાતો કરી ભાજપ પોતાની નિષફળતા છુપાવવા પ્રયાસ કરી રહી છે.
સુરત: બ્રેઇનડેડ વ્યક્તિએ અંગદાન કરીને પાંચ લોકોને નવજીવન આપ્યું, 100 મિનિટમાં હૃદય મુંબઇ
""અપ-પ્રચારથી આઘા રેજો""
હાલ કોંગ્રેસના એક પણ
ઈમાનદાર ધારાસભ્યશ્રીએ
રાજીનામું આપ્યું નથી...!@રાજ્યસભાની રમખાણ.
— Paresh Dhanani (@paresh_dhanani) March 15, 2020
લોકશાહીમાં માનનારો દેશ જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે સંવિધાનીક જોગવાઈ મુજબ જેટલા અંક હોય તે પ્રમાણે ચૂંટણી થાય અને સર્વ લોકોનું સન્માન થાય તેવી પરંપરા રહેલી છે. સત્તાના જોરે ભાજપના નેતાઓ સામ દામ દંડની નીતિથી રાજકીય લાભ લેવા પ્રયત્ન કરે છે. ભાજપના મનસૂબા કામિયાબ નહીં થાય. આવતીકાલે ધારાસભ્યો વિધાનસભાના ફ્લોર પર આવીને હાજરી નોંધાવશે ત્યારે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જીતુભાઈને ખબર હોય કઈ પાર્ટીના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા. ધારાસભ્યોના રાજીનામાં સ્વીકારવાનો અધિકાર અધ્યક્ષને છે. કોણે રાજીનામાં આપ્યા ક્યારે આપ્યા પત્રથી આપ્યા કે રૂબરૂ આપ્યા તે સ્પીકર કહેશે ત્યારે સ્પષ્ટતા થશે. ત્યાં સુધી માત્ર અફવાઓ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે