અલ્કેશ રાવ, પાલનપુર: હાલમાં ગુજરાત (Gujarat) માં ચોમાસાની શરૂઆત સાથે જ સારો વરસાદ (Rain) થયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાથી ઘણા જળાશયો અને નદીઓ (River) માં નવા નીરનું આગમન થયું છે. ત્યારે અમીરગઢ (Amirgadh) તાલુકાના ધનપુરા (Dhanpura) ગામે ગુરૂવારે એક કરૂણા ઘટના સર્જાઇ હતી. જેમાં બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમી રહેલા મામા-ફોઇના ભાઇઓના મોત (Death) નિપજ્યા હતા. જેના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે એટલે ગુરૂવારે સાંજે ધનપુરા નજીક બાલારામ (Balaram) લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી મામા-ફોઇના બે બાળકોના મોત થયા હતા. મામા ફોઈના બે ભાઈ અશોકભાઈ રમેશભાઈ બુંબડીયા (ઉ.વ.15) અને સુરેશભાઈ રાવતા ભાઈ ડાભી (ઉં.વ.12) ગુરૂવાર સાંજે 4.00 કલાકના સુમારે બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન પગ લપસી જતાં બંને ભાઇઓ પાણીમાં ડૂબી ગયા હતા.
આજે રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા લેવાશે, 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તૈરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને બાળકોની લાશ બહાર કાઢી હતી. અને ત્યારબાદ વિરમપુર ખાતે આવેલ સાહમૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે