Home> Gujarat
Advertisement
Prev
Next

રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓને પકડી લેવામાં આવે છે. જો પશુ માલિક આ પશુ છોડાવવા ન આવે તો તેને ઢોરવાડામાં રાખવામાં આવે છે. એએમસીના ઢોરવાડમાં અત્યારે 1600 જેટલા પશુઓ છે, હવે આ પશુઓના ગોબરમાંથી મનપાએ કમાણીનો પ્લાન બનાવ્યો છે.
 

રખડતા પશુઓના ગોબરમાંથી કમાણી કરશે અમદાવાદ મહાનગર પાલિકા, બનાવ્યો પ્લાન

અમદાવાદઃ અમદાવાદ મહાનગર પાલિકાએ હવે કમાણી માટે એક નવો રસ્તો શોધી લીધો છે. અમદાવાદ પાલિકા હવે પશુઓના છાણમાંથી કમાણી કરશે. આ માટે પાલિકાએ પ્લાન પણ બનાવ્યો છે.  amc ઢોરવાડામાં રહેલા પશુઓના છાણમાંથી સ્ટિક, છાણા, કોડિયા બનાવી તેનુ બજારમાં વેચાણ કરશે. શહેરમાંથી પકડાયેલા રખડતા ઢોરને જે તે પશુ માલિક છોડાવવા નથી, તેનો નિભાવ અને દેખરેખ મનપા કરે છે ત્યારે આ પશુઓના છાણને વેસ્ટ માંથી બેસ્ટ બનાવી માર્કેટ માં વેચવાનો નિર્ણય કરાયો છે. 

fallbacks

અમદાવાદ મ્યુનિસિપલ કપરપોરેશનના દાણીલીમડા અને બાકરોલ ઢોરવાડામાં લગભગ 1600થી વધુ પશુઓ છે, જેનાથી દરરોજ લગભગ 8 ટન જેટલું છાણ એકત્ર થાય છે. તેને છાણ માંથી મશીન વડે છાણ સ્ટીક , છાણની ટીકી , દીવા કરવા માટે કોડિયાં બનાવમાં આવી રહ્યા છે. નોંધનીય છે કે amcના સ્મશાનમાં જ્યા લાકડાનો ઉપયોગ થાય છે ત્યાં હવે આ કાઉ ડંગ સ્ટીકનો ઉપયોગ કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ સત્તાધારની જગ્યાનો વિવાદ ફરી ચર્ચામાં, વિજય ભગત અને ગીતાબેનના શારીરિક પરીક્ષણની માંગ

તો વૈદિક હોળી માટે પણ આ કાઉ ડંગ ટીકી અને સ્ટીકનો ઉપયોગ કરી શકાશે. અત્યાર સુધી amc દ્વારા આ વસ્તુઓનો પોતાના સ્મશાન અને વિવિધ મંદિરોમાં દાન આપી વિનામૂલ્યે વપરાશ કરાઈ રહ્યો છે. હવે આ વસ્તુઓના ભાવ નક્કી કરી આગામી સમયમાં ઓપન માર્કેટમાં વેચાણ અર્થે મુકવામાં આવશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More