Home> Gujarat
Advertisement
Prev
Next

હવે તો શિક્ષકો પણ બની ગયા ઠગ, વિદ્યાર્થીઓને 1500 રૂપિયાનું ટેબલેટ આપવાનું કહીને કૌભાંડ

ગુજરાત સરકારની સબસીડીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને 4500નું ટેબ્લેટ 1050ના ભાવે સસ્તા આપવાનું કહી છેતરતા વરાછાની યશ વર્લ્ડના સંચાલક સાવન ખેની અને તેના ભાઈ યશ ખેની વિરુદ્ધ ભટારની ગજરાબા પ્રાથમિક શાળાના આચાર્ય 18.87 લાખની છેતરપિંડીની ગુનામાં લેવાયો હતો. પોલીસને સાવન ખેનીની બાતમી હતી, પરંતુ યશ ખેની મળી આવ્યો હતો. યશ ખેનીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

હવે તો શિક્ષકો પણ બની ગયા ઠગ, વિદ્યાર્થીઓને 1500 રૂપિયાનું ટેબલેટ આપવાનું કહીને કૌભાંડ

સુરત : ગુજરાત સરકારની સબસીડીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓને 4500નું ટેબ્લેટ 1050ના ભાવે સસ્તા આપવાનું કહી છેતરતા વરાછાની યશ વર્લ્ડના સંચાલક સાવન ખેની અને તેના ભાઈ યશ ખેની વિરુદ્ધ ભટારની ગજરાબા પ્રાથમિક શાળાના આચાર્ય 18.87 લાખની છેતરપિંડીની ગુનામાં લેવાયો હતો. પોલીસને સાવન ખેનીની બાતમી હતી, પરંતુ યશ ખેની મળી આવ્યો હતો. યશ ખેનીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

fallbacks

નબળા પડેલા સોમનાથને મજબૂત કરવા માટે સી.આર પાટીલ પહોંચ્યા ગીરસોમનાથ

ગત 10મી માર્ચે શાળાના આચાર્ય સોહમ ભટે ખટોદરા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ડિસેમ્બર 20માં સાવન ઠાકર્ષી ખેની અને તેનો ભાઈ યશ ખેની તેમની સંસ્થામાં આવ્યા હતા અને સસ્તા ટેબ્લેટ આપવાની ઓફર કરી હતી. મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ગુજરાત સરકારની સબસીડી મળવાના કારણે 4500 નું ટેબ્લેટ સસ્તું પડતું હોય 1050માં એક ટેબ્લેટની ઓફર કરી હતી. કોરોના કાળના કારણે ઓનલાઈન શિક્ષણ ચાલતો હતો. જેના કારણે 1797 વિધાર્થીઓ માટે ટેબ્લેટ ઓર્ડર કર્યો હતો. 

શાળાએ વિધાર્થીઓ પાસેથી પ્રતિ વિધાર્થી 500 રૂપિયા લેખે 6.14 લાખ રૂપિયા લીધા હતા. બાકીના 6.75 લાખ શાળાએ ભોગવ્યા હતા.સાવન ખેની અને તેના પિતા ઠાકરશી ખેની વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ અને ઇકો સેલ તપાસ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં બંને આગોતરા જામીન મળી ગયા છે. પરંતુ બીજા બે ગુનામાં ધરપકડ થવાના ડરથી બંને ભાગતા ફરી રહ્યા હતા. દરમ્યાન સાવન ખેની વરાછા વિસ્તારમાં છુપાયો હોવાની શંકા વચ્ચે ઇકો સેલની ટીમ રેડ કરતા યશ ખેની મળી આવ્યો હતો અને યશ ખેનીની દરપકડ કરી ખટોદરા પોલીસને હવાલે કર્યો હતો. ખટોદરા પોલીસ યશ ખેનીનો ચાર્જ લેતા જ આજે સવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ તરફથી રિમાન્ડ માંગવામાં આવતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

ગુજરાતનું ગૌરવ બની રાગ પટેલ, RRR ફિલ્મમાં એક ગીતમાં તેના અવાજનો જાદુ છવાયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More