ઝી બ્યુરો/વલસાડ: રાજ્યની સાથે વલસાડ જિલ્લામાં પણ પોલીસ દ્વારા હેલ્મેટનો કાયદો વધુ કડક બનાવવામાં આવી રહ્યો છે. પોલીસના આ હેલમેટ અભિયાનમાં હવે વાપીના ઔધોગિક એકમો પણ જોડાઈ અને અભિયાનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. આ અભિયાનની સફળતા માટે વાપીમાં વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં પોલીસ અને વાપીના અગ્રણી ઉદ્યોગપતિઓની એક બેઠક મળી હતી. જેમાં વલસાડ જિલ્લા પોલીસવડા અને વાપીના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના હીરા વેપારીઓમાં ખળભળાટ; ફરી બેંક એકાઉન્ટ કરાયા ફ્રીઝ, 100 કરોડથી વધુ ફસાયા!
મહત્વપૂર્ણ છે કે વધુમાં વધુ લોકો હેલ્મેટ પહેરે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા અવારનવાર ઝુંબેશ ચલાવવામાં આવે છે. જોકે હવે રસ્તા પર પોલીસકર્મીઓ હેલ્મેટ વિનાના વાહનચાલકોને દંડે અને સમજાવે તેની સાથે હવે કંપનીઓમાં પણ આવતા કર્મચારીઓ હેલ્મેટ પહેરે તે માટે કંપની સંચાલકો પણ આમાં યોગદાન આપે તે માટે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જે અંતર્ગત કંપનીઓમાં આવતા કર્મચારીઓ માટે ....નો હેલ્મેટ નો એન્ટ્રી...ના સ્લોગન સાથે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે.
IPLના ખેલાડીઓની જર્સી સુરતમાં તૈયાર; ફેબ્રિકની ખાસિયત સાંભળીને મુકાઈ જશો આશ્ચર્યમાં!
જે અંતર્ગત કંપનીમાં આવતા કામદાર કે કર્મચારીઓ જો હેલ્મેટ પહેર્યા વિના કંપનીમાં આવે તો આવા કામદારોને કે કર્મચારીઓને કંપનીમાં પ્રવેશ નહીં આપવા દેવામાં આવે આવા નિયમ બનાવવા માટે વલસાડ જિલ્લા પોલીસ અને વાપીના ઉદ્યોગોએ આ સંયુક્ત પ્રયાસ કરી આ મામલે હેલ્મેટના કાયદાને વધુ વ્યાપક બનાવવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં ઉપસ્થિત વલસાડ જિલ્લા પોલીસવડા ડો કરણરાજ વાઘેલાએ વાપીના ઉદ્યોગપતિઓને હેલ્મેટના નિયમને વધુ સફળ બનાવવા સહયોગ આપવા અપીલ કરી હતી અને જે કંપનીઓ આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રયાસ કરશે તેવી કંપનીઓનુ સન્માન પણ કરવામાં આવશે.
શું તમે જાણો છો? 5 વર્ષથી ઓછા સમયમાં નોકરી છોડી દો તો પણ મળી શકે છે ગ્રેચ્યુઈટી?
તો પોલીસના અભિયાન અને અપીલને વાપીના ઉદ્યોગપતિઓએ પણ આવકારી હતી અને હવેથી આ કંપનીઓમાં આવતા કર્મચારીઓ માટે હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવા માટે કંપનીઓ દ્વારા પણ નો હેલ્મેટ નો એન્ટ્રી અભિયાનમાં જોડાઈ આમાં સહયોગ કરવામાં આવશે. જે કર્મચારીઓ પાસે હેલ્મેટ નહીં હોય તેવા કર્મચારીઓને હેલ્મેટ આપવા માટે પણ કંપનીઓ દ્વારા વ્યવસ્થા કરવાની તૈયારી બતાવી છે.
હવે ગુજરાતના વિદ્યાર્થીને હાશ! પ્રિન્સિપાલોને DEOની સૂચના, શાળાના સમયમાં થશે ફેરફાર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે