Home> Gujarat
Advertisement
Prev
Next

હવે માત્ર 11 હજાર રૂપિયા ભરો અને સોમનાથ મંદિરના પટાંગણમાં કરો લગ્ન, તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે!

એક તરફ વર્તમાન સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મધ્યમ વર્ગની પરવડે તેવો રહ્યો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વધી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળોએ લગ્‍ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિ અને ચલણને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા એક નવો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે.

હવે માત્ર 11 હજાર રૂપિયા ભરો અને સોમનાથ મંદિરના પટાંગણમાં કરો લગ્ન, તમામ વ્યવસ્થા ટ્રસ્ટ કરશે!

અમદાવાદ : એક તરફ વર્તમાન સમયમાં લગ્‍ન પ્રસંગોનો ખર્ચ સામાન્‍ય અને મધ્યમ વર્ગની પરવડે તેવો રહ્યો નથી. તો બીજી તરફ હાલ યંગ જનરેશનમાં વેડીંગ ડેસ્‍ટીનેશનનો ક્રેઝ વધી રહયો છે. જેમાં યુવાઓ પ્રખ્‍યાત ધાર્મિક સ્‍થળોએ લગ્‍ન પ્રસંગો યોજવાનું પસંદ કરતા થયા છે. ત્‍યારે વર્તમાન પરિસ્‍થ‍િતિ અને ચલણને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્વારા એક નવો મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને રાહતરૂપ આવકારદાયક નિર્ણય કર્યો છે.

fallbacks

Gujarat Corona Update: રાજ્યમાં વિકરાળ થતો કોરોના રાક્ષસ, આજે 3280 નવા કેસ,17 ના મોત

જે અંગે માહિતી આપતા સોમનાથ ટ્રસ્‍ટના જીએમ વિજયસિંહ ચાવડાએ જણાવ્યું કે, સોમનાથ સાંનિધ્યે કેન્‍દ્ર સરકારની યોજના હેઠળ વિશાળ લગ્‍ન મંડપ હોલ સાથેનું અઘતન ટુરિસ્‍ટ ફેસેલીટી કેન્‍દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં કોઇપણ નાગરીક લગ્‍ન પ્રસંગ ઉજવી શકે તેવું આયોજન ટ્રસ્‍ટે કરેલું છે. જેના માટે રૂ.11 હજાર રકમ ભરશે એટલે ટ્રસ્‍ટ દ્રારા વેદોકત પુરાણોકત રીતે લગ્‍ન વિધિ કરાવી આપશે.

JUNAGADH શહેરમાં કોરોના કાળ છતા ડાયરો, પૈસા અને નિયમો તમામના ધજાગરા ઉડ્યાં

લગ્‍નવિધિ માટે સુશોભિત આધુનિક લગ્‍ન હોલ, સ્‍ટેન, ચોળી, મહારાજા ખુરશી, લગ્‍નવિધિની સામગ્રી, બ્રાહમણ, મહેમાનો માટે ખુરશીની વ્‍યવસ્‍થા, હાર-તોરણ, લગ્‍નછાબ, 50 ફોટોગ્રાફસ અને તેની સીડી, સંસ્‍થાનું પ્રમાણપત્ર, સોમનાથ ભગવાનનો પ્રસાદ, વર-કન્‍યા માટે ફુલહાર, 250 ગ્રામ મીઠાઇ, ખેસ, આંતરપટ જેવી સુવિધાઓ ટ્રસ્‍ટ દ્વારા આપવામાં આવશે. આ સાથે પાલિકાનું લગ્‍ન નોંધણી પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. આ સુવિધા બાદ આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીગ ડેસ્‍ટિનેશન તરીકે પ્રખ્‍યાત થશે.

ગરીબ બ્રાહ્મણને લૂંટેરી દુલ્હને વધારે ગરીબ બનાવ્યો અને પછી જે થયું...

દેશ-વિદેશના લોકો હવે જગવિખ્‍યાત સોમનાથ મહાદેવના સાંનિઘ્‍યે ફકત રૂ.11 હજાર ભરી વેદોકત પુરાણોકત લગ્‍ન કરી શકશે. લગ્‍નવિધિ માટે જરૂરી હોલ, મંડપ જેવી સુવિધા સોમનાથ મંદિર ટ્રસ્‍ટ ઉપલબ્‍ધ કરાવશે. આ સુવિધાથી આગામી દિવસોમાં યાત્રાધામ સોમનાથ વેડીંગ ડેસ્‍ટિનેશન બની રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More