Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલ, ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે

રાજ્યમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) એ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેરી દીધો છે. જેનાથી વિશ્વનાં કોઇ પણ ખૂણેથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે. એટલું જ નહિ, ક્યુઆર કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટ દેખાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. રાજ્યમાં પહેલીવાર કોઈ યુનિવર્સિટી દ્વારા આવી કામગીરી હાથ ધરાઈ છે. હવે વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માર્કશીટમાં જ ક્યુઆર કોડનો ઉમેરો કર્યો છે. હવે ક્યુઆર કોડ સ્કેન કરો અને તમામ માર્કશીટ ડાઉનલોડ કરો.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પહેલ, ક્યુઆર કોડ સ્કેન કરીને વિદ્યાર્થીઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે

રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજ્યમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (saurastra university) એ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેરી દીધો છે. જેનાથી વિશ્વનાં કોઇ પણ ખૂણેથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે. એટલું જ નહિ, ક્યુઆર કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટ દેખાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે. રાજ્યમાં પહેલીવાર કોઈ યુનિવર્સિટી દ્વારા આવી કામગીરી હાથ ધરાઈ છે. હવે વિદ્યાર્થીઓને વેરિફિકેશન માટે ઓફિસોના ધક્કા નહિ ખાવા પડે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ માર્કશીટમાં જ ક્યુઆર કોડનો ઉમેરો કર્યો છે. હવે ક્યુઆર કોડ સ્કેન કરો અને તમામ માર્કશીટ ડાઉનલોડ કરો.

fallbacks

આ પણ વાંચો : ગરબે રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત, આખી ઘટના કેમેરામાં કેદ થઈ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિન પેથાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં જોડાઈ ગઈ છે. હવે વિદ્યાર્થીઓનાં પ્રમાણપત્રો ડિજીટલ રીતે સાચવશે અને અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ ઓનલાઇન વેરિફિકેશન કરાવી શકશે. રાજ્યમાં એકમાત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની માર્કશીટ એવી છે, જેમાં વિદ્યાર્થીનો કલર ફોટો, લેમિનેટેડ માર્કશીટ અને ક્યુઆર કોડ સાથેની માર્કશીટ આપવામાં આવી રહી છે. હાલમાં વર્ષ 2019 પછીની તમામ માર્કશીટ ઓનલાઇન મળશે. ત્યાર બાદ અન્ય વર્ષની માર્કશીટ મળી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ ડો. નિતીન પેથાણીએ જણાવ્યું હતું કે, ક્યુઆર કોડ માર્કશીટમાં ઉમેરવામાં આવતા વિદ્યાર્થીઓ વિશ્વનાં કોઇ પણ ખૂણે નોકરી માટે જાય તો તેને વેરીફિકેશન કરાવવા ધક્કો નહિ ખાવો પડે. ઓનલાઇન વેરીફિકેશન થઇ જશે. સાથે જ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ વખતે પણ ઓનલાઇન જ વેરિફિકેશન થઇ જશે. એટલું જ નહિ, વિદ્યાર્થીની માર્કશીટનો ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ માર્કશીટ જોવા મળશે અને ડાઉનલોડ પણ કરી શકાશે.

દેશની 600 કરતા વધુ શૌક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીનાં ડિજીટલ એકેડેમિક પ્રમાણપત્રો માટે NADમાં નોંધણી કરાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓની માર્કશીટ અને ડિગ્રી સર્ટી ડિઝીટલ રીતે ઉપલ્બધ બનાવ્યા છે, જેથી NADની વેબસાઇટ પર જઇને ઓનલાઇન વેરીફિકેશન કરી શકાશે.

આ પણ વાંચો : કચ્છી ખેડૂતો માટે તાઈવાની જામફળના રોપા સોનાના ઈંડા આપતી મરધી બન્યા, એક જ વર્ષમાં મહેનત ફળી

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More