Home> Gujarat
Advertisement
Prev
Next

Breaking News: સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યની તમામ શાળામાં ધોરણ 3થી 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે

આ સાથે રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર સરકારી પુસ્તકોથી અભ્યાસ કરાવવાનો રહેશે નહીં.

 Breaking News: સરકારનો મોટો નિર્ણય, હવે રાજ્યની તમામ શાળામાં ધોરણ 3થી 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે

ગાંધીનગરઃ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક ખુબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં ધોરણ 3થી 12ની પરીક્ષા શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. તમામ શાળાઓમાં લેવાતી છ માસિક પરીક્ષા પણ બોર્ડ દ્વારા લેવામાં આવશે. આ સાથે એક અન્ય મહત્વપૂર્ણ નિર્ણય કરતા શિક્ષણ બોર્ડે જણાવ્યું કે, કોઈપણ સ્કૂલ ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. નબળા વિદ્યાર્થીઓ માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે. રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે સુધારો કરવા માટે રાજ્યસરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. 

fallbacks

અત્યાર સુધી શાળાઓ લેતી હતી પરીક્ષા
મહત્વનું છે કે રાજ્યભરમાં અત્યાર સુધી શિક્ષણ બોર્ડ દ્વારા માત્ર ધોરણ. 10-12 અને ધોરણ 11-12 સાયન્સની પરીક્ષા લેવામાં આવતી હતી. આ સિવાય અન્ય તમામ પરીક્ષા શાળાઓ પોત-પોતાની મુજબ લેતી હતી. પરંતુ હવે રાજ્ય સરકારના આ મહત્વના નિર્ણય બાદ રાજ્યભરની તમામ શાળાઓમાં ધોરણ 3-12ની તમામ પરીક્ષા શિક્ષણ બોર્ડ લેશે.

ખાનગી પ્રકાશકોના પુસ્તકો પર પ્રતિબંધ
આ સાથે રાજ્ય સરકારના શિક્ષણ બોર્ડે નિર્ણય કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર સરકારી પુસ્તકોથી અભ્યાસ કરાવવાનો રહેશે નહીં. કોઈપણ શાળા ખાનગી પ્રકાશકોના પુસ્તકોનો ઉપયોગ કરી શકશે નહીં. તમામ શાળાઓએ ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળના પુસ્તકોનો ઉપયોગ કરવો પડશે. આ સાથે કોઈ શાળા વિદ્યાર્થીઓને ખાનગી પ્રકાશકોના પુસ્તકો ખરીદવા માટેની ફરજ પાડી શકશે નહીં. 

fallbacks

નવા શૈક્ષણિક વર્ષથી થશે અમલ
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના આ તમામ નવા નિર્ણયોનો અમલ નવા શૈક્ષણિક વર્ષ 2020-21થી કરવામાં આવશે. આ પહેલા પણ શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો હતો કે હવેથી રાજ્યભરની તમામ શાળામાં એપ્રિલ માસથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More