India’s Rice export ban : અમેરિકા અને કેનેડા એવા દેશો છે, જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો છે. આ દેશોમાં ગુજરાતીઓ સૌથી વધુ છે. ત્યારે ગતરોજ બંને દેશોના સુપરમાર્કેટના દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં ભારતીયોએ લાંબી લાઈન લગાવી હતી, ત્યાં ક્યાંક પડાપડી કરી હતી. એક અફવાને કારણે કેનેડા અને અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ પેનિક સ્થિતિમાં મૂકાયા છે. જેનુ કારણ છે ભારતનો ચોખા પરનો પ્રતિબંધ. ભારતીય સરકારે આગામી તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને અને ઘરેલુ જરૂરિયાતને પહોંચી વળવા માટે તથા વધતા ભાવોને કાબૂમાં રાખવા બાસમતી ચોખાના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ભારતના આ નિર્ણય બાદ અમેરિકા અને કેનેડામાં રહેતા એનઆરઆઈ અને એનઆરજીમાં ચિંતાના વાદળો સર્જયા હતા. આવામાં અનેક ભારતીયો ચોખા ખરીદવા સુપર માર્કેટમાં તૂટી પડ્યા હતા. બે દિવસથી કેનેડા અને અમેરિકાના સુપર માર્કેટમાં ભારતીયો લાંબી લાઈનો જમાવીને ચોખા ખરીદવા પડાપડી કરી રહ્યાં છે.
હકીકતમાં, અમેરિકામાં ચોખાનો ઉપયોગ બહુ જ ઓછો છે. પરંતુ કેટલાક ખોરાક એવા છે જેમાં ચોખાનો વપરાશ વધારે છે. અહી એશિયાઈ મૂળના લોકો ચોખાનો વપરાશ વધુ કરે છે. અમેરિકા અને કેનેડામાં રહેતા લાખો એનઆરઆઈ અને એનઆરજી ચોખા ખરીદવા માટે દુકાનો અને સુપરમાર્કેટમાં અડીંગો જમાવીને બેસ્યા છે, જાણે ચોખા કાલેને કાલે પૂરા થઈ જશે, અને તેમને નહિ મળે. કેટલાક લોકો તો મોટી સંખ્યામાં બોરીઓ ભરીને ચોખા લઈ જઈ રહ્યાં છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતીઓને રાહત થાય તેવી વરસાદની આગાહી
અમેરિકા-કેનેડાના સુપરમાર્કેટમાં લાગી ચોખા ખરીદવા માટે લોકોની લાઈનો.... #ZEE24kalak pic.twitter.com/9UPWLWmOcY
— Zee 24 Kalak (@Zee24Kalak) July 25, 2023
સોશિયલ મીડિયા પર ભારતીયોની આ હરકતો વાયરલ થઈ રહી છે. ભારતીયો ચોખા ખરીદવા માટે સંઘર્ષ કરતા દેખાઈ રહ્યાં છે. એક ભારતીયએ જણાવ્યું કે, અમેરિકામાં મોટાભાગના એનઆરઆઈની ચોખાની જરૂરિયાત દિવસમાં બેવારની છે. તો ભારતીય નિકાસકારોનું કહેવુ છે કે, કેન્દ્ર સરકારે સફેદ ચોખા પર પ્રતિબંધ લગાવતા પહેલા વિદેશમાં રહેતા લોકો વિશે જરા પણ ન વિચાર્યું. તેઓ અહી ઊંચી કિંમતના ચોખા ખરીદ છે. જેનો ભાવ 600 ડોલર પ્રતિ ટનથી પણ વધારે છે. સરકારે આ મુદ્દે ફરીથી વિચાર કરવો જોઈએ.
ચોખાના નિકાસ પર પ્રતિબંધથી કેનેડા અને અમેરિકામાં ગ્રાહકો માટે ચોખાના ભાવ વધી જશે. જથ્થાબંધ ખરીદીને કારણે અમેરિકામાં ઊંચા ભાવે બાસમતી ચોખાનું બ્લેક માર્કેટિંગ થઈ રહ્યું છે. જોકે, ભારત સરકારે સ્પષ્ટતા કરી હતી કે 2022 માં 7.4 મિલિયન ટન નિકાસનું પ્રતિનિધિત્વ કરતા પરબોઈલ્ડ ચોખા પ્રતિબંધમાં સામેલ નથી.
મુંબઈ-અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી થાય છે, સરકારે લીધો મોટો નિર્ણય
સમસ્યાને હાઈલાઈટ કરતા એક ટ્વિટર યુઝરે કેટલાક ભારતીય-અમેરિકનોના આઈક્યૂ લેવલ પર કટાક્ષ કર્યો અને લખ્યું: "તેથી તમામ દેશી સ્ટોર્સ ભારતીય ચોખાની બહાર છે. દરેક NRI પરિવારે 10-15 થેલી ચોખા ખરીદ્યા છે. કારણ કે ભારતે "બિન-બાસમતી" ચોખાની નિકાસ પર રોક લગાવી દીધી છે. તેથી ઉચ્ચ આઈક્યૂ NRI એ હવે પરિવાર દીઠ 10-200 ચોખા વેચ્યા છે. તેને એફબી માર્કેટપ્લેસ પર દાખલ કરો."
ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : પડદા પાછળ એવું કંઈક રંધાયું કે તથ્યનું પાપ ઢંકાઈ જાય
અન્ય એક ટ્વિટર યુઝરે યુ.એસ.માં ભારતીય-અમેરિકન સમુદાયની સમૃદ્ધિ તરફ ધ્યાન દોર્યું. કારણ કે તેઓ આટલા મોટા પ્રમાણમાં બાસમતી ચોખા ખરીદવા સક્ષમ છે જેને પ્રીમિયમ ઉત્પાદન ગણવામાં આવે છે. નોંધનીય રીતે, ગુરુવારે, ભારતે બિન-બાસમતી સફેદ ચોખા (અર્ધ-મિલ્ડ અથવા સંપૂર્ણ મિલ્ડ ચોખા, પછી ભલે તે પોલિશ્ડ અથવા ચમકદાર હોય કે નહીં) ની નિકાસ પર "તાત્કાલિક અસરથી" પ્રતિબંધ મૂક્યો. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે, "ભારતીય બજારમાં બિન-બાસમતી સફેદ ચોખાની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને સ્થાનિક બજારમાં ભાવમાં થયેલા વધારાને રોકવા માટે, ભારત સરકારે ઉપરોક્ત જાતની નિકાસ નીતિમાં '20% ની નિકાસ જકાત મુક્ત' થી 'પ્રતિબંધિત મીડિયા'માં સુધારો કર્યો છે. ભારતનું પગલું ઘરઆંગણે બિન-બાસમતી સફેદ ચોખાના ભાવ વધારાને ઘટાડવા માટે કરવામાં આવ્યું હતું. મંત્રાલયના જણાવ્યા અનુસાર, "છૂટક કિંમતોમાં એક વર્ષમાં 11.5% અને છેલ્લા મહિનામાં 3% વધારો થયો છે".
ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીનો કોઈ અત્તોપત્તો નથી, ફ્રાન્સની જેલમાં હોવાની
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે