Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાણી-અદાણી કરતા પણ મોટા દાનવીર નીકળ્યા આ ગુજરાતી કાકા, જીવનની ભેગી કરેલી પેન્શન દાનમાં આપી

NRI Donate Pention Money : આ NRI સિનિયર સિટીઝને ભેગું કરેલ પેન્શનમાંથી માતબર રકમ વસોના રૂણ હિરાબા વૃધ્ધાશ્રમમાં દાન કર્યું... પોતાને મળેલી સોશિયલ સિક્યોરિટી (SS) ની રકમ પણ વૃદ્ધાશ્રમને દાન કરી દીધી

અંબાણી-અદાણી કરતા પણ મોટા દાનવીર નીકળ્યા આ ગુજરાતી કાકા, જીવનની ભેગી કરેલી પેન્શન દાનમાં આપી

Gujarat News : સમાજમાં મોટા મોટા દાનવીર છે. જેમની પાસે લાખો કરોડો રૂપિયા છે તેઓ સમાજમાં દાન કરીને અનોખા ઉદાહરણ સાબિત કરતા હોય છે. જેની પાસે વધારે છે, તે સમાજને આપે છે તે સમજી શકાય. પરંતુ જે લોકો માંડ રૂપિયા ભેગા કરીને જીવતા હોય તેવા લોકો દાન કરે તો તેઓ સમાજના અસલી દાનવીર બને છે. આવુ જ કંઈક નડિયાદના એક વૃદ્ધએ કર્યું. જેઓએ પોતાની જિંદગીની બધી કમાણી વૃદ્ધાશ્રમમાં દાન કરી દીધી.

fallbacks

આ દાનવીર કર્ણ છે નડિયાદના રહેવાસી પીડી પટેલ. આ NRI સિનિયર સિટીઝને ભેગું કરેલ પેન્શનમાંથી માતબર રકમ વસોના રૂણ હિરાબા વૃધ્ધાશ્રમમાં દાન કર્યું છે. મૂળ વસોના રામપુર ગામના વતની પીડી પટેલે કરિયરની શરૂઆત શિક્ષક તરીકે કરી હતી. તેના બાદ તેઓ અમેરિકા સ્થાયી થયા હતા. જ્યાં તેમનો પરિવાર મોટો થયો ગયો. 

કેનેડા સીધી રીતે જવા ન મળે તો આ રીતે જવું, અમદાવાદમાં પકડાયું મોટું કૌભાંડ

અમેરિકામાં તેઓએ અઢળક સંપત્તિ ભેગી કરી. હવે તેમના દીકરાઓ અમેરિકામાં સેટલ્ટ થતા જ તેઓએ વતનની વાટ પકડી. પોતાના વતન માટે કંઈક કરવાની ખેવના ધરાવતા વૃદ્ધએ અનેક પરોપકારી કાર્યો કર્યા છે. ત્યારે તેઓને એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો માટે કંઈક કરવુ હતું, તેથી રૂણ ગામે બે વર્ષ પહેલાં ત્રણ કરોડના ખર્ચ કરી અદ્યતન વૃધ્ધાશ્રમ બનાવ્યું.

પ્રોપર્ટી ખરીદવાના કે વેચવાના છો તો આ નિયમ પર ધ્યાન આપજો, નહિ તો બાદમાં પસ્તાશો

પરંતુ હવે તેઓએ પોતાને મળેલી સોશિયલ સિક્યોરિટી (SS) ની રકમ પણ વૃદ્ધાશ્રમને દાન કરી દીધી છે. આજે તેમની જીવનમૂડીથી રૂણ હીરાબા વૃદ્ધાશ્રમમાં અનેક વૃદ્ધો આસરો મેળવી રહ્યાં છે. ત્યારે પીડી પટેલ અનેક લોકો માટે મસીહા બન્યા છે. 

વરસાદી વાવાઝોડું ગુજરાત તરફ આવ્યું, આજથી 5 દિવસ અતિભારે વરસાદની આગાહી

ગુજરાતના આ મંદિરમાં મૂંગો પણ બોલતો થાય છે, માતાજીએ અનેકવાર આપ્યા છે પરચા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More