Rajkot News રાજકોટ : સુરેન્દ્રનગરના તરણેતરના મેળામાં અશ્લીલ ડાન્સ બાદ હવે રાજકોટ ભાજપમાં એક અશ્લીલ ક્લીપથી ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઈ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વીડિયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ વહેતો થયો. કાર્યકરને ઠપકો આપીને વીડિયો તાત્કાલિક અસરથી હટાવી લેવાયા હતા. સાથે જ આ મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. પોર્ન વીડિયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ભાજપના મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા હતા.
શું બન્યું હતું
રાજકોટમાં બે વર્ષ પહેલા બનેલી ઘટનાનુ પુનરાવર્તન થયું છે. રાજકોટ વોર્ડ નંબર 4 ના ગ્રૂપમાં ભાજપના કિસાન મોરચાના ગ્રૂપમાં એક બે નહિ, પરંતું 6 અશ્લીલ વીડિયો મૂકાયા હતા. આ જ ગ્રૂપમાં રાજકોટના મહિલા મેયર પણ સામલ છે. ત્યારે અશ્લીલ સામગ્રી જોઈને મહિલા સદસ્યો ક્ષોભીલી પડી હતી, અને ફટાફટ ગ્રૂપમાંથી લેફ્ટ થઈ ગઈ હતી. આ વોર્ડ રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાનો વોર્ડ છે.
વોર્ડ નંબર 4 ના બૂથ નબર 56 ના મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ તમામ વીડિયો પોસ્ટ થયા હતા. ત્યારે આ મામલે ખુલાસો કરતા મનીષ પલસાણાએ કહ્યું કે, મારા દીકરા પાસે ફોન હતો, અને તેણે ભૂલથી આ વીડિયો શેર ક્રયો હતા. આ કૃત્ય ભૂલમાં થયું છે.
તો શહેર ભાજપમાં આ બાબતને ગંભીર નોંધ લેવાઈ હતી. પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, અમારી પાસે આ બાબતની ફરિયાદ આવી છે. મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ વીડિયો મોકલાયા છે. કાર્યકરને તાત્કાલિક અસરથી ગ્રૂપમાથી રિમૂવ કરાયા છે. સ્થાનિક અગ્રણીઓ આ મામલે તપાસ કરશે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પેહલા મવડીમાં એક ભાજપ અગ્રણીએ મહિલાઓ પણ સદસ્ય હોય તેવા ગ્રૂપમાં ન્યૂડ ફોટો મૂક્યા હતા. ત્યારે બે વર્ષ બાદ ફરી આવી ઘટના બની છે.
સરકારના એક નિર્ણયથી વધી ગયા સિંગતેલ-કપાસિયા તેલના ભાવ, પામોલિન પણ હવે સસ્તુ ન રહ્યું
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે