અમદાવાદ :દિવાળી પહેલા જ રાજ્યમાં કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસી પડેલા વરસાદમાં લોકો અટવાયા હતા. સીઝન બાદ કમોસમી વરસાદ પડતા લોકો ત્રાસી ઉઠ્યા હતા. રાજ્યના 42 તાલુકામાં ગઈકાલે વરસાદ નોંધાયો હતો. જેમાં ડાંગના વઘઈમાં સૌથી વધુ 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત નવસારીના ચિખલીમાં 2 ઈંચથી વધુ વરસાદ, જૂનાગઢના કેશોદમાં 2 ઈંચ વરસાદ, જૂનાગઢના માળિયામાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. તાપી નવસારી ડાંગ અમરેલી સુરત આણંદમાં પણ વરસાદે લોકોને મૂંઝવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની જંગલ સફારીમાં પ્રાણીઓના પાંજરા માટે પીએમ મોદીએ સૂચવ્યા આવા યુનિક નામ
મંગળવારે ક્યાં ક્યાં વરસાદ રહ્યો
આ ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આવા વાતાવરણમાં ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી બની છે. હાલ શિયાળુ પાકના વાવેતરનો સમય છે, ત્યારે ખેડૂતો કમોસમી વરસાદને કારણે મૂંઝવણમાં મૂકાયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોની મગફરીને પાથરાને નુકસાન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મગફળી, કપાસના પાકને કમોસમી વરસાદની સૌથી મોટી અસર થઈ છે. કપાસમાં ફૂલ ફલરી લાગી હોય તો તે વરસાદને કારણે ખરી પડે છે, જેથી ખેડૂતોના માથે આ વરસાદ સંકટ બનીને આવ્યો છે.
2 નવેમ્બર સુધી વરસાદની આગાહી
રાજ્યમાં મધ્ય-ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2 નવેમ્બર સુધઈ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો સાથે જ દિવાળીના તહેવારોની શરૂઆતમાં જ 24-25 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની શક્યતા છે. આ દિવસોમાં ગુજરાતનો દરિયો તોફાની બને શકે તેવી શક્યતા છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે