અર્પણ કાયદાવાલા/અમદાવાદ :ગુજરાતમાં કમોસમી વરસાદ પીછો છોડવાનું નામ નથી લેતો. ગુજરાતમાં પંદર-વીસ દિવસમાં કમોસમી વરસાદ વરસવાની (offseason rain) સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ હાલ રાજ્યભરમાં કાતિલ ઠંડી (cold wave in gujarat) છે, તો બીજી તરફ કમોસમી વરસાદની આગાહી કરવામા આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં આજે છૂટો છવાયો વરસાદ વરસી શકે તેવુ વાતાવરણ હાલ પેદા થયું છે.
હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાત રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. જે મુજબ, કમોસમી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આજે અતિ સામાન્ય છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે રાજ્યના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય તેવી સંભાવના છે. સ્વેટર પહેરવુ કે છત્રી લઈને નીકળવું તે સમજવું લોકો માટે અઘરુ બની રહ્યું છે. દિવાળી બાદ સતત કમોસમી વરસાદની સ્થિતિ ગુજરાતના હવામાનમાં પેદા થઈ છે.
ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન ગગડ્યું, માઈનસ 3 ડિગ્રીથી આબુમાં બરફ જામવાની શરૂઆત થઈ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના અનેક જિલ્લામાં ઠંડીનો ચમકારો યથાવત છે. આજે કચ્છના શહેરોનું તાપમાન 2 ડિગ્રી જેટલું નીચે આવ્યું છે. તો ભૂજ અને નલિયાના તાપમાનમાં 1 ડિગ્રીનો જ તફાવત જોવા મળ્યો છે. કચ્છના આજના તાપમાન પર નજર કરીએ તો નલિયા 6 ડિગ્રી, ભૂજ 7.2 ડિગ્રી તથા કંડલા(એ) 9 ડિગ્રી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે