Home> Gujarat
Advertisement
Prev
Next

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ PM મોદી ક્યારે પણ નથી ભુલતા આ વસ્તુ, પ્રતિ વર્ષ મોકલે છે ખાસ વસ્તું

પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીને નરેન્દ્ર મોદી દ્વારા પ્રસાદ ધરાવવાની રસમ નિભાવવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી દ્વારા પ્રસાદ દિલ્હીથી ભગવાન માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેા ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસાદમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી હતા તે સમયથી જ નરેન્દ્ર મોદી પ્રતિ વર્ષ જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રસાદ ધરાવે છે. આ પરંપરા તેમણે PM બન્યા બાદ પણ યથાવત્ત રીતે જાળવી રાખી છે. 

રથયાત્રાની પૂર્વ સંધ્યાએ PM મોદી ક્યારે પણ નથી ભુલતા આ વસ્તુ, પ્રતિ વર્ષ મોકલે છે ખાસ વસ્તું

મૌલિક ધામેચા/અમદાવાદ : પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીને નરેન્દ્ર મોદી દ્વારા પ્રસાદ ધરાવવાની રસમ નિભાવવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન મોદી દ્વારા પ્રસાદ દિલ્હીથી ભગવાન માટે મોકલી આપવામાં આવ્યો હતો. જેા ભગવાન જગન્નાથજીને ધરાવવામાં આવ્યો હતો. આ પ્રસાદમાં દર વર્ષની જેમ પરંપરાગત રીતે જ મગ, કાકડી, દાડમ, જાંબુ, કેરી અને સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. અત્રે નોંધનીય છે કે, મુખ્યમંત્રી હતા તે સમયથી જ નરેન્દ્ર મોદી પ્રતિ વર્ષ જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રસાદ ધરાવે છે. આ પરંપરા તેમણે PM બન્યા બાદ પણ યથાવત્ત રીતે જાળવી રાખી છે. 

fallbacks

આજે નાથ નિકળશે નગરચર્યાએ, નગરજનો ન નિકળશો આ રસ્તે નહી તો થવું પડશે પરેશાન

જો કે આ વર્ષે તેમણે ચિલો ચાતરતા ભગવાનના પ્રસાદ માટે બનતી શાહી ખીચડીનું કાચુ સીધુ પણ મોકલાવ્યું હતું. સવારે ભગવાનને પ્રસાદમાં ખિચડી ધરાવવામાં આવે છે. આ ખિચડીનો ભોગ ધરાવ્યા બાદ શ્રદ્ધાળુઓને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે. જો કે આ વર્ષે લોકોને રથયાત્રામાં ઉપસ્થિત રહેવાની  પરવાનગી નથી. આ અંગે ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, PM મોદી પ્રતિ વર્ષ પોતાની આસ્થા સ્વરૂપે આ કાચુ સીધુ મોકલે છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ પોતે જ પહિંદ વિધિ અને અન્ય રસમ દરમિયાન અચુક હાજરી આપતા હતા. 

રાજ્યનું સૌથી મોટુ સ્માર્ટ સિટી અને આર્થિક પાટનગર 2 ઇંચ વરસાદમાં હાંફી ગયું, વિકાસનાં તમામ દાવા ધોવાઇ ગયા

જો કે તેઓ PM બન્યા બાદ ઉપસ્થિત રહી શકતા નથી. પરંતુ પ્રસાદ મોકલવાની પરંપરા જાળવી રાખી છે. તેઓ પ્રતિવર્ષ અચુક રીતે પ્રસાદ મોકલી આપે છે. જો કે આ વર્ષે તેમણે રથયાત્રાની વહેલી પરોઢે બનતી શાહી ખીચડી માટેનું સીધુ પણ મોકલ્યું હતું. તમામ પ્રસાદ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ પ્રભુને ધરાવવામાં આવ્યો હતો. રથયાત્રા પુર્ણ થયા બાદ આ તમામ પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More