Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતઃ ગુરૂનાનકની જન્મ જયંતિ નિમિતે એક યુવકે બનાવી ભવ્ય રંગોળી

ગુજરાતી યુવાન શિખ ધર્મગુરુ ગુરુ નાનાકજીથી એટલી હદે પ્રભાવિત છે કે તેને 24 કલાકમાં રંગોળી તૈયાર કરી દીધી છે. આ રંગોળીમાં એક તરફ ગુરુ નાનકની તસવીર જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કરતારપુર કોરિડોરની કૃતિ પણ બનાવવામાં આવી છે.

સુરતઃ ગુરૂનાનકની જન્મ જયંતિ નિમિતે એક યુવકે બનાવી ભવ્ય રંગોળી

ચેતન પટેલ/સુરતઃ દેશભરમાં આજે પ્રકાશ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતમાં ગુજરાતી યુવાને પ્રકાશ પર્વ નિમિત્તે ગુરુ નાનકની ભવ્ય રંગોળી તૈયારી કરી અતૂટ શ્રદ્ધાનો દાખલો પણ પૂરો પાડ્યો છે. ગુરુનાનકની  વિચારધારાનું  પહેલાથી જ ગુજરાતી યુવાનમાં સિંચન થયું છે. તેજ કારણ છે કે આજ રોજ ગુરુનાનકની 550મી જન્મ જયંતિ નિમિતે યુવાને રંગોળી તૈયાર કરી છે.

fallbacks

ગુજરાતી યુવાન શિખ ધર્મગુરુ ગુરુ નાનાકજીથી એટલી હદે પ્રભાવિત છે કે તેને 24 કલાકમાં રંગોળી તૈયાર કરી દીધી છે. આ રંગોળીમાં એક તરફ ગુરુ નાનકની તસવીર જોવા મળે છે, જ્યારે બીજી બાજુ કરતારપુર કોરિડોરની કૃતિ પણ બનાવવામાં આવી છે. ત્રણ બાય ચાર ફૂટની રંગોળીમાં પાંચ રંગોનો વપરાશ કરવામાં આવ્યો  છે. આ ખાસ મોનોક્રોમ આર્ટ છે. જેમાં બ્લેક એન્ડ વાઈટ રંગ વપરાશ કરવામાં આવ્યો છે. રંગોળી આર્ટિસ્ટ કરણ જરીવાળા  આર્ટિસ્ટની સાથે-સાથે આયુર્વેદિક કોલેજનો વિદ્યાર્થી પણ છે. તેણે જણાવ્યું હતું કે તે પહલેથી જ શીખ ધર્મના ધર્મ ગુરુ નાનકજીના કાર્યોથી અને તેમના વચનોથી પ્રભાવિત રહ્યો છે અને તેમના દ્વારા દેશ માટે કરવામાં આવેલા કાર્યો હંમેશાથી તેમના માટે ગર્વ સમાન રહ્યા છે. આ જ કારણ છે કે તેમના 550મી જન્મ જયંતી નિમિત્તે આ ખાસ રંગોળી તેણે બનાવી છે.

અહીં મહત્વની વાત તો એ છે કે સુરતના આ યુવાને પોતે ગુજરાતી યુવાન હોવા છતાં શીખ ધર્મમાં પણ માને છે અને ગુરુ નાનકના વિચારો અને આદર્શો નું સન્માન કરે છે. જે યુવાન દ્વારા તૈયાર કરવામાં આવેલ રંગોળી પરથી જોવા મળે છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More