Home> Gujarat
Advertisement
Prev
Next

સુનિતા યાદવના FB LIVE માં ફરી એકવાર બફાટ અને બણગા, PM મોદીથી લઇને અનેકને લપેટ્યાં

આરોગ્યમંત્રીના પુત્ર સાથે વિવાદ કર્યા બાદ માધ્યમોમાં ચમકેલી LR (લોકરક્ષક) સુનિતા યાદવ ફરી ચર્ચાએ ચડી છે. સુનિતા યાદવે વીડિયોમાં બફાટ કર્યો છે. સુનિતાએ જણાવ્યું કે, તે રાત્રે તે લોકો મને દારૂ પીવડાવવાની વાત કરતા હતા. હું વર્દીમાં ન હોત તો તમામના હાડતા તોડી નાખ્યા હોત. હજુ આટલા દિવસ પછી પણ મને ઉંઘ આવતી નથી. આંખ બંધ કરૂ તો મને એ લોકો અને ભ્રષ્ટ અધિકારીઓ જ દેખાય છે. હું મારૂ રક્ષણ કરવા સક્ષમ હોવાનું કહેતા સુનિતાએ રાગિની યાદવને મદદ કરવાની અપીલ કરી હતી. ન્યાયતંત્ર અને સિસ્ટમમાં  રહેલા સડાને દુર કરવા અને નિયમિત કરવા નહી આવે તો પોતે બળવો કરશે તેવો બફાટ સુનિતા યાદવે રાજસ્થાનના જેસલમેરથી જાહેર કરેલા વીડિયોમાં કર્યો છે. 

સુનિતા યાદવના FB LIVE માં ફરી એકવાર બફાટ અને બણગા, PM મોદીથી લઇને અનેકને લપેટ્યાં

સુરત : આરોગ્યમંત્રીના પુત્ર સાથે વિવાદ કર્યા બાદ માધ્યમોમાં ચમકેલી LR (લોકરક્ષક) સુનિતા યાદવ ફરી ચર્ચાએ ચડી છે. સુનિતા યાદવે વીડિયોમાં બફાટ કર્યો છે. સુનિતાએ જણાવ્યું કે, તે રાત્રે તે લોકો મને દારૂ પીવડાવવાની વાત કરતા હતા. હું વર્દીમાં ન હોત તો તમામના હાડતા તોડી નાખ્યા હોત. હજુ આટલા દિવસ પછી પણ મને ઉંઘ આવતી નથી. આંખ બંધ કરૂ તો મને એ લોકો અને ભ્રષ્ટ અધિકારીઓ જ દેખાય છે. હું મારૂ રક્ષણ કરવા સક્ષમ હોવાનું કહેતા સુનિતાએ રાગિની યાદવને મદદ કરવાની અપીલ કરી હતી. ન્યાયતંત્ર અને સિસ્ટમમાં  રહેલા સડાને દુર કરવા અને નિયમિત કરવા નહી આવે તો પોતે બળવો કરશે તેવો બફાટ સુનિતા યાદવે રાજસ્થાનના જેસલમેરથી જાહેર કરેલા વીડિયોમાં કર્યો છે. 

fallbacks

અહો આશ્ચર્યમ ! સુરતમાં હવે રોબોટિક નર્સ કરશે કોરોનાના દર્દીઓની સારવાર

સુનિતા યાદવે વીડિયોમાં ડિંગો હાંકતા જણાવ્યું કે, તે 6 લોકો હતા. 60 થી 70 હોત તો પણ મે તેના હાડકા તોડી નાખ્યા હોત. મે એનસીસીમાં ખુબ મહેનત કરી છે. પોલીસ ટ્રેનિંગ કોલેજમાં સેલ્ફ ડિફેન્સ અંગેની પણ તાલીમ પ્રાપ્ત કરી છે. જો કે આ સિસ્ટમ જ છે કે જે મને મજબુર કરે છે. જો તે દિવસે મે ડ્રેસ પહેર્યો ન હોત તો તેને ઢાળી દીધા હોત. મે ગાળો નથી આપી, તે લોકો મને દારૂ પીવડાવવાની વાત કરી હતી. એક પેગ પીવડાવી દો એમ કહેતા હતા. હેલ્થ મિનિસ્ટર સાહેબ એ ઓડિયો સરખો સાંભળજો. એ લોકો દારૂ પીને આવ્યા હતા અને મને પીવડાવવાની વાત કરતા હતા. જો ડ્રેસ ન પહેર્યો હોત તો હું બધાના પ્રાઇવેટ પાર્ટ તોડી નાખત. 

ગુજરાત યુનિવર્સિટી: ટુંક સમયમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા યોજાશે

આરોગ્યમંત્રી પર નિશાન સાધતા સુનિતાએ કહ્યું કે, મારો વિરોધ કરાવવામાં આવે છે. હેલ્થ મિનિસ્ટર સાહેબ તમારા દીકરાને કાબુમાં રાખો નહીતર હું ફરી કંઇક એવું કરીશ કે જામીન પર ભલે છુટ્યો હોય પણ ફરી એજ જગ્યાએ એ પણ શકે છે. મને કેમ ન્યાય મળવામાં મુશ્કેલી થઇ રહી છે. કાયદો આટલો નબળો કેમ છે. ન્યાયના ઉચ્ચ આસન પર બેઠેલા મને ન્યાય અપાવે. મને કાયદા પર ભરોસો છે. માનવાધિકાર અને મહિલા અધિકારીની વાતો કરનારા ક્યાં છે. 8 જુલાઇથી હું ઉંધી પણ નથી શકી. આજે પણ આંખો બંધ કરૂ તો ભ્રષ્ટઅધિકારીઓ અને લોકો જ દેખાય છે.

પેટાચૂંટણી મોકૂફ રાખવાની અરજી મામલે HC એ ચૂંટણી પંચને મોકલી નોટિસ

કાયદો અને વ્યવસ્થા સુધરશે નહી તેમજ તંત્ર સુધરશે તો હું નોકરી છોડીને બળવા પર ઉથરી જઇશ. સુનિતાએ ઉમેર્યું કે, મોદી સાહેબ મંદિર બને છે તે સારુ છે. તમે આ કરી શકો છો. તો દીકરીઓની સુરક્ષા કેમ નથી થઇ રહી. આ મારી વોર્નિંગ છે કે, હવે કોઇ દીકરી સાથે કંઇ થયું તો રાજીનામું મંજુર થવાની રાહ જોયા વગર મેદાનમાં ઉતરીને બળવો કરીશ. સિસ્ટમ સામે જો હું રણચંડી બનીશ તો અનેક લોકોની ઇજ્જત ઉછળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More