Home> Gujarat
Advertisement
Prev
Next

હવે કોઈ પ્રોડક્ટને લાઈક કરશો તો પણ થઈ જશે કાંડ! ગુજરાતીઓના કરોડો રૂપિયાનો ખેલ ખૂલ્યો

આ ગેંગની સાયબર ક્રાઇમ કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ ફરિયાદીના નંબર મેળવીને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરીને લાઇક્સના ટાસ્ક આપતા હતા. જેમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને લાઈક અને સારા રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતા હતા. 

હવે કોઈ પ્રોડક્ટને લાઈક કરશો તો પણ થઈ જશે કાંડ! ગુજરાતીઓના કરોડો રૂપિયાનો ખેલ ખૂલ્યો

ઉદય રંજન/અમદાવાદ: વધુ એક વખત સાયબર ગઠિયાની ટોળકી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે આ વખતે પ્રોડક્ટને લાઈક કરવાના બહાના હેઠળ કરોડો રૂપિયા પડાવ્યાની વિગતો તપાસમાં સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતીઓના પૈસા ચાઈના ગેંગ પડાવીને દુબઇમાં રોકાણ કરે છે.

fallbacks

ગુજરાતમાં ચોમાસું આવ્યું પણ વરસાદ ક્યાં છે? જાણો આગામી 5 દિવસ ક્યા કેવો રહેશે વરસાદ

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની ગિરફ્તમાં દેખાતી સાયબર ગઠિયાઓની ટોળકી જેના નામ વિકાસ પટેલ, મિતિન સિંહ રાઠોડ, ડિકેશ પટેલ અને રિયાઝ નામનો એક મુખ્ય આરોપી ફરાર છે. આ ગેંગની સાયબર ક્રાઇમ કરવાની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ ફરિયાદીના નંબર મેળવીને ટેલિગ્રામના ગ્રુપમાં એડ કરીને લાઇક્સના ટાસ્ક આપતા હતા. જેમાં સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્રોડક્ટને લાઈક અને સારા રેટીંગ આપવાના બહાને છેતરપિંડી આચરતા હતા. 

આ ગેંગ એક ફેક કંપનીની વેબસાઈટ બનાવતા હતા. જેમાં પ્રોડક્ટ મુકતા હતા અને તેને લાઈક અને સારા રેટીંગ માટે દરરોજના હજારો રૂપિયા કમાવવાની લાલચ આપતા હતા અને બાદ આ જ કંપનીમાં રોકાણ કરશે તો વધારે પૈસા કમાઈ શકશો આવી લાલચ આપીને ઠગાઈ કરતા હતા. આવા એક ગુનામાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચ એ આ ગેંગના 3 આરોપીની કરી છે. અમદાવાદના આવા એક ફરિયાદીને લાઈક અને સારા રેટીંગ આપવા બદલ 50 હજાર રૂપિયા પહેલા આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ પ્રિપેઈડ કામ કરવાથી રોજના 1 હજાર કમાવવાની લાલચ આપી હતી. જે બદલ અલગ અલગ સમયે 5.92 લાખ રૂપિયા મેળવીને વળતર ન આપી છેતરપિંડી આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ ની તપાસ માં વિકાસ પટેલ , મિતિન સિંહ રાઠોડ , ડિકેશ પટેલ અને રિયાઝ નામ નામ ખુલ્યા હતા.

ગુજરાતમાં બંધ થયેલા ગેમઝોન ક્યારે ખૂલશે? નવા નિયમો જાહેર, વાંધા-સૂચનો અહીં મેઈલ કરો

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ ચાઈનાથી ઓપરેટ થઈ રહી છે એને એક બાદ એક ચેનલમાં લોકો ગોઠવેલા છે જે અત્યારે પકડાયા છે આરોપીઓએ એકદમ નીચેની હરોળના વ્યક્તિઓ છે. ઉપરના લોકો ચાઈના અને કોમ્બિયા બેઠા બેઠા ઓપરેટ કરી રહ્યા છે ત્યારે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા હકીકત સામે આવી કે વિકાસ પટેલે આઇટીનો અભ્યાસ કર્યો છે અને મીતિન સિંહ રાઠોડ, ડિકેશ પટેલ અને બી કોમ સુધીનો અભ્યાસ કરેલ છે. તે આ ગુનામાં જે કંપનીના નામનો ઉપયોગ થયો તે આર્કટેક ઈન્ડિયા કંપનીનો પ્રોપરાઈટર તરીકે એકાઉન્ટ ખોલ્યુ હતુ. જેમાં ભોગ બનનાર ના રુપિયા જમા થયા હતા. 

અન્ય આરોપી મિતીને અલગ અલગ 9 એકાઉન્ટ ખોલ્યા હતા. જેમાં કુલ 1 કરોડ 59 લાખ રૂપિયા જે છેતરપિંડીના છે અને જમા થયા છે. જેથી તમામ ગુનામાં તેની સંડોવણી હોવાની શક્યતા છે. અન્ય આરોપી ડીકેશ છેતરપિંડીના રુપિયા ક્રીપ્ટો કરન્સીમાં રોકાણ માટે ફરાર આરોપી રીયાઝને મોકલી આપતો હતો. જેથી આ તમામ રુપિયા દેશ બહાર પહોચી જતા હતા. સાથે જ જે છેતરપિંડીના રુપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરે છે અને એ પૈસા દુબાઈ અને મલેશિયા માં રોકાણ કરવા માં આવતા હતા. 

ગણેશ ગોંડલના કાંડ મામલે જયરાજસિંહ જાડેજાએ મૌન તોડ્યું; ભીસ વધતાં શું આપ્યું નિવેદન?

અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચનું માનવું છે કે ફરાર રિયાઝ મુખ્ય આરોપી છે જેની ધરપકડ બંધ વધુ મહત્વના ખુલાસા આ કેસમાં થઇ ચુકે છે, ત્યારે સાયબર ક્રાઇમે છેતરપિંડીના ગુનામાં 3 આરોપીની ધરપકડ કરી તપાસ શરુ કરી છે. જોકે ઝડપાયેલા 3 આરોપી સંખ્યાબંધ ગુનામાં સંડોવણી નિકળી શકે છે. આ ગુનામાં જે જે બેન્ક એકાઉન્ટ ઉપયોગ મળેવા માં આવ્યા છે. તેના વિરુદ્ધમાં સાયબર ક્રાઇમમાં ભારત ભરમાંથી 116 ફરિયાદો મળી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More