Home> Gujarat
Advertisement
Prev
Next

લોકસભા ચૂંટણી 2019: ફરી એક વાર ગુજરાત મોડેલનું કેન્દ્રમાં થશે અમલીકરણ

ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. ત્યારે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સંકલ્પ પત્રમાં જનભાગીદારીનો નવતર પ્રયોગની પણ વાત કરવામાં આવી છે. અહીં મહત્વની વાત એ છે, કે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા પ્રથમવાર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા લોકસભાનીચૂંટણીમાં અમલ કરવામાં આવ્યો છે. 

લોકસભા ચૂંટણી 2019: ફરી એક વાર ગુજરાત મોડેલનું કેન્દ્રમાં થશે અમલીકરણ

કિજલ મિશ્રા/અમદાવાદ: ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને કવાયત તેજ કરવામાં આવી છે. ત્યારે આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા સંકલ્પ પત્રમાં જનભાગીદારીનો નવતર પ્રયોગની પણ વાત કરવામાં આવી છે. અહીં મહત્વની વાત એ છે, કે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમ્યાન ભાજપ દ્વારા પ્રથમવાર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેમાં સફળતા મળતા લોકસભાનીચૂંટણીમાં અમલ કરવામાં આવ્યો છે. 

fallbacks

આમ તો ભાજપ માટે કોઈ પણ ચૂંટણીમાં જીતવું એક માત્ર લક્ષય હોય છે. અને એને જ ધ્યાનમાં લઈને રણનીતિ બનાવવામાં આવે છે. જો કે વાત જ્યારે લોકસભાની હોયતો એક એક વસ્તુ પર બારીકાઈથી ધ્યાન આપવામાં આવે છે. આમ તો હવે રાજકીય પાર્ટીના મેનિફેસ્ટોની છાપ માત્ર જુમલા બાજી થઈ ગઈ છે. ત્યારે આ વખતે ભાજપ દ્વારા સંકલ્પ પત્રમાં જન ભાગીદારી સાથે જોડાવા લોકોનો અભિપ્રાય લેવામાં આવશે. મહત્વની વાત એ છે કે, આ પગલાની પણ શરૂઆત ગુજરાતમાં થઈ હતી. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ જ રીતે લોકોનો અભિપ્રાય સનકલ્પ પત્રમાં લેવામાં આવ્યો હતો. જેને સારો પ્રતિસાદ મળતા આ વખતે કેન્દ્ર કક્ષાએ ફરી એક વાર ગુજરાત મોડેલનો અમલ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વાત કરતા ભાજપ નેતા તથા ગુજરાત સંકલ્પ પત્ર કમિટીમાં સદસ્ય ભાવનાબેન દવેએ જણાવ્યું હતું કે, વિધાન સભાની ચૂંટણીમાં અમે આ પ્રયોગ કર્યો હતો. જેમાં જિલ્લા સ્તરે સજેશન બોક્સ મુકવામાં આવ્યા હતા. સાથે જ લોકો સાથે બેઠક કરી ને તેમના અભિપ્રાય લીધા હતા.

અલ્પેશની ઠાકોર સેનામાં ભંગાળ, સમાજ માટે હવે નવી ‘રોયલ ઠાકોર’ સેના બનશે

જેમાંથી કેટલાક અભિપ્રાય ખૂબ જ મહત્વના હતા. જેને પ્રદેશ કક્ષાએ સ્ક્રુટીની કરીને મોકલી આપવામાં આવ્યા હતા. અને તેનો સમાવેશ અમે સંકલ્પ પત્રમાં કર્યો હતો. જેમાં વિધવા પેંશન યોજનામાં જો મહિલાનો પુત્ર 21 વર્ષનો થાય બાદ પેન્શન રદ કરવા સામે વિરોધ હતો. જેનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આજીવન પેંશન કરવામાં આવ્યુ હતું. જો કે આ વખતે સનકલ્પ પત્રમાં યુવાનો જોડાયએ માટે પોતાના મંતવ્યનો વિડિઓ અપલોડ કરી શકાય એ રીતેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

નકલી PSI પોલીસવર્દીમાં ચેકિંગ કરતા અસલી પોલીસનાં હાથે ઝડપાયો

આ અંગે પ્રતિક્રિયા આપતા રાજકીય વિશ્લેષક દિલીપ ગોહિલે જણાવ્યું હતું કે, યુવાનો પોતાનો વિડિઓ પણ વહાટ્સએપ તથા સોશ્યિલ મીડિયામાં માધ્યમથી ભાજપ સુધી પહોંચાડી શકે છે. જેના કારણે યુવાનો વધુ ભાજપ સાથે જોડાશે‘ મહત્વનું છે કે, રામ મંદિર ગત ચૂંટણીમાં ભાજપના મેનિફેસ્ટોનો એક મહત્વનો મુદ્દો હતો. આ અંગે સતત સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ભાજપની જન ભાગીદારીથી તૈયાર થનાર સંકલ્પપત્ર પ્રજામાં કેટલો સ્વીકાર્ય રહેશે તે જોવું રહ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More