Home> Gujarat
Advertisement
Prev
Next

વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરીમાં વધુ એક મોટો ગોટાળો કરવાનો આરોપ

ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજુઆત કરીને સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવા જણાવ્યું, રૂ.12 કરોડની હેરાફેરીનો લગાવાયો છે આક્ષેપ 
 

વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરીમાં વધુ એક મોટો ગોટાળો કરવાનો આરોપ

મહેસાણાઃ મહેસાણામાં આવેલી વિશ્વવિખ્યાત દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર ડેરીના નાણામાં ઉચાપત કરવાનો વધુ એક આરોપ લાગ્યો છે. ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીએ જિલ્લા રજીસ્ટ્રારને લેખિતમાં રજુઆત કરીને સમગ્ર મામલે વિસ્તૃત તપાસ હાથ ધરવા જણાવ્યું છે. 

fallbacks

ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરી સાગર દાણ કૌભાંડમાં તેમને રૂ.9 કરોડ ભરવાનો આદેશ આપવામાં આવેલો છે. અશોક ચૌધરીએ એવો આરોપ લગાવ્યો છે કે, વિપુલ ચૌધરીએ ડેરીના કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહન પેટે આપી રૂ.12 કરોડનું ચુકવણું કર્યું હતું. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગરદાણ કૌભાંડના 9 કરોડ જમા કરાવાના હતા તે રકમ ભરપાઈ કરી છે. 

સિવિલ હોસ્પિટલની વધુ એક ઉપલબ્ધીઃ 80 ટકા વળી ગયેલી કરોડરજ્જુને સીધી કરી 

અશોક ચૌધરીનો આરોપ છે કે, વિપુલ ચૌધરીએ એક ષડયંત્ર રચીને આ પ્રકારે ડેરીના નાણાની હેરફેર કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, અગાઉના પાંચ વર્ષમાં કર્મચારીઓને કેટલા ટકા બોનસ પ્રોત્સાહન પગાર આપવામાં આવ્યો છે? આ વર્ષે જે પ્રોત્સાહન પગાર આપવાનું નક્કી કરાયું છે તેની રકમ કેટલી અને તેના ઠરાવની નકલ પણ માગી છે. 

અશોક ચૌધરીએ જણાવ્યું કે, હાલ ડેરી ખોટમાં ચાલી રહી છે ત્યારે બે વધારાના પગાર આપવાનો નિર્ણય અનેક સવાલ ખડા કરે છે. ભૂતકાળમાં આ રીતે ડેરી એ ક્યારેય વધારાના પગાર ચૂકવ્યો નથી.

જુઓ LIVE TV....

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More