Home> Gujarat
Advertisement
Prev
Next

સાબરકાંઠામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત

સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે.

સાબરકાંઠામાં અકસ્માતે એક વ્યક્તિનું મોત અને અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત

સમીર બલોચ, સાબરકાંઠા: સાબરકાઠામાં અલગ અલગ જગ્યાએ બે અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. જેમાં પ્રાંતિજ પાસે ઇકો કાર ડ્રાઇવરે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેમાં એક બાઇક સવારનું મોત નિપજ્યું જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. તો બીજીબાજુ મોડી રાત્રે ખેડબ્રહ્મા નગર પાલિકાના ચીફ ઓફિસરની ગાડીએ રોડ ક્રોસ કરતી વખતે બે મહિલાને અડફેટે લીધી હતી. જેમાં મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

fallbacks

વધુમાં વાંચો: કચ્છમાંથી હિજરત કરીને આવતા માલધારીઓ માટે વ્યવસ્થા કરવા કલેક્ટરોને આદેશ

પ્રાંતિજના તાજપુરી કૂઇ પાસે ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં પુરઝડપે હંકારતા ઇકો કાર ચાલેક બાઇક સવારોને અડફેટે લીધા હતા. જેના કારણે બાઇક સવારો ફંગોળાઇને રોડ પર પટકાયા હતા. જેમાં એક બાઇક સવારનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું હતું. તો અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માતની ઘટના સર્જાતા ઇકો કાર ડ્રાઇવર ફરાર થઇ ગયો હતો.

જોકે, આ ઘટનાને પગલે લોકોનું ટોળું ભેગુ થઇ ગયુ હતું અને આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ દરી અને ઇકો કાર ડ્રાઇવર સામે અકસ્માતે મોતનો ગુનો નોધીં તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી. ત્યારે પોલીસ તપાસમાં આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાથ લાગ્યા છે.

વધુમાં વાંચો: શેરડીના ભાવો નક્કી થયા બાદ પણ ખેડૂતોમાં વિરોધ, ભાવ પત્રકની કરી હોળી

fallbacks

તો બીજી બાજુ સાબરકાઠામાં એક કારે બે મહિલાઓને અડફેટે લીધાની ઘટના સામે આવી છે. આ ઘટના મોડી રાતની છે. જેમાં ખેડબ્રહ્મા નગર પાલિકાની ચીફ ઓફિસરની ગાડીના ડ્રાઇવેર કાબુ ગુમાવતા રોડ ક્રોસ કરતી બે મહિલાઓને ટક્કર મારી હતી. જેના કારણે બંને મહિલાઓ રોડ ફંગોળાઇ ગઇ હતી. જેમાં બંને મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી અને આ બંને મહિલાને સરાવરા અર્થે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો આ ઘટનાની જાણ થતા સ્થળ પર પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More