જાવેદ સૈયદ/અમદાવાદ: શહેરમાં તેજ ગતિથી આવતી એક ક્રેઈને એક યુવકનો ભોગ લીધો હતો. અમદાવાદના બોપલ શીલજ રિંગરોડ પર રવિવારે બપોરે આ દુર્ઘટના ઘટી હતી. ક્રેઇને એક્ટિવા ચાલક યુવકને અડફેટે લીધો હતો. જેમાં એક્ટિવા ચાલક રસ્તા પર પડી ગયો હતો. ક્રેઇનના ભારેભરખમ ટાયર આ યુવાન પરથી પસાર થયા હતા. ક્રેઇન ચાલકે અકસ્માત બાદ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થાનિક ચાની કીટલી ચલાવતા દશરથજીએ ક્લીનરને પકડી પાડ્યો હતો. લોકોના ટોળા વળી જતા તેનો લાભ લઈને ક્લીનર પણ ફરાર થયો હતો..ત્યારબાદ પોલીસને જાણ કરી હતી.
વડોદરા: ધ્વજવંદન દરમિયાન સિક્યુરિટીગાર્ડને કરંટ લાગતા મોત, પરિવારનો મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર
પોલીસે આ ઘટનાસ્થળ પર આવીને કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં મરંજનાર વેજલપુરના શ્રીનન્દ નગરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. રાહુલ પંચાલ બોપલમાં આવેલી તેની દુકાન પર જઈ રહ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. હેલ્મેટ પહેર્યું હોવા છતાં પણ આ યુવાન નો જીવ બચી શક્યો ન હતો. મરનાર રાહુલના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારને આર્થિક સહાય કરવા માટે દુકાન ચલાવનાર રાહુલના મોતના લીધે અને આ અકસ્માતના લીધે લોકોમાં પણ ટ્રક ડ્રાયવર સામે રોષ દેખાય રહ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે