ચેતન પટેલ/ સુરત: પાંડેસરા પત્રકાર કોલોની નજીક આઈસ્ક્રીમ ખાવા જનાર ત્રણ મિત્રોને સામાન્ય બાબતે ઝગડો રહતા બે યુવાનો પર છરા વડે હુમલો કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે બીજાને સામાન્ય ઈજા થઇ હતી. આ ઘટના બાદ પોલીસ દોડતી થઇ ગયી હતી.
સુરતના પાંડેસરા તેરેનામ ચોકડી પાસે આવેલા સત્યનારાયણ નગરમાં રહેતો રીતેશ રાજેશ જયસ્વાલ ડીમાર્ટમાં નોકરી કરતો હતો. ગતરોજ બપોરે બે મિત્ર શિવમ મિશ્રા અને દિલીપ કુમાર મિશ્રા સાથે તે નવરાત્રી માટે કપડાની ખરીદી કરવા ગયો હતો અને ખરીદી કરી ઘર નજીક આઈસ્ક્રીમ ખાવા ગયો હતો. આ દરમ્યાન લારી પાસે ઉભેલા બે યુવાનને આઈસ્ક્રીમ દીજીએ એમ કહ્યું હતું.
AHMEDABAD: સાબરમતી વિસ્તારમાં સંતાડી રાખ્યા હથિયારો, ગેંગસ્ટરે કર્યા ચોંકાવનારા ખુલાસાઓ
જો કે, બંને યુવાનોએ હમ તુજે આઈસ્ક્રીમ વાલે લગતે હૈ એમ કહી ઝગડો કર્યો હતો. જો કે, જે તે સમયે રીતેશ અને શિવમે યાર બાત ખતમ કરો, હમે નહિ પતા થા, તેમ કહી મામલો થાળે પાડ્યો હતો. અને બન્ને ઈસમો ત્યાંથી બાઇક પર બેસી ચાલ્યા ગયા હતા અને થોડા સમય બાદ પુનઃ ત્યાં આવી શિવમ અને રીતેશ પર છરા વડે હુમલો કર્યો હતો. જેમાં રીતેશને છાતીમાં ઘા વાગી જતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
ગુજરાતમાં છવાશે અંધારપટ્ટ? આ કારણે સમગ્ર રાજ્યમાં ઉભું થઈ રહ્યું છે વીજ સંકટ
બીજી તરફ આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. ઈજાગ્રસ્ત રીતેશને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાયો હતો. જો કે, ત્યાં સુધીમાં તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ તથા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને આ મામલે તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં પોલીસે બે તરુણને ડીટેઈન કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે