Home> Gujarat
Advertisement
Prev
Next

મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક ઝટકો, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો, મોંઘી બની ગરીબોની કસ્તુરી

સામાન્ય લોકો સતત વધી રહેલી મોંઘવારીથી પરેશાન થઈ ગયા છે. જીવનજરૂરી વસ્તુના ભાવમાં વધારો થવાને કારણે લોકોના બજેટ ખોરવાયા છે. ટામેટાના ભાવ માંડ કંટ્રોલમાં આવ્યા તો હવે ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. દેશમાં ડુંગળીના ભાવ આસમાને ન પહોંચે તે માટે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર મોટી ડ્યૂટી લગાવી દીધી છે. 
 

મોંઘવારીથી પીડાતા લોકોને વધુ એક ઝટકો, ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં વધારો, મોંઘી બની ગરીબોની કસ્તુરી

સપના શર્મા, અમદાવાદઃ દેશમાં તાજેતરમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા હતા. સસ્તામાં મળતા ટામેટાના ભાવ 150થી લઈને 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા હતા. જેના કારણે ખાદ્ય ફુગાવામાં પણ વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારી એજન્સીઓ દ્વારા લોકોને સસ્તા ભાવે ટામેટા ઉપલબ્ધ કરાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. હવે ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોની અંદર આવી ગયા છે. પરંતુ હવે ડુંગળીના ભાવ વધવા લાગ્યા છે. 

fallbacks

ડુંગળીના ભાવમાં કિલો દીઠ 10-15 રૂપિયાનો વધારો
ટામેટા બાદ હવે ડુંગળીમાં ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી કિલો દીઠ 10-15 રૂપિયા મોંઘી વેચાઈ રહી છે. સામાન્ય રીતે જે ડુંગળી 20-25 રૂપિયા કિલો વેચાય છે તે હાલમાં 30-40 રૂપિયા કિલો વેચાઈ રહી છે. જો કે ડુંગળીના વધતા ભાવ સામે કેન્દ્ર સરકારે આગોતરું આયોજન હાથ ધર્યું છે. ડુંગળી વિદેશમાં નિકાસ ન થાય તે માટે 40 ટકા ટેક્સ લગાવવામાં આવ્યો છે.

કેમ અચાનક વધવા લાગ્યા ડુંગળીના ભાવ?
રાજ્યમાં જૂન અને જુલાઈ મહિનામાં ખુબ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થતાં તેની આવક પણ ઘટી છે. બીજીતરફ માર્કેટમાં ડુંગળીની સામાન્ય માંગ યથાવત રહેતા ડુંગળીની માંગ અને પુરવઠા વચ્ચે અછત સર્જાય છે. ડુંગળીની આવક ઘટવાને કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ હવે ક્યારે આવશે ધોધમાર વરસાદ? હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે કરી નવી આગાહી

સૌરાષ્ટ્રમાંથી આવતી ડુંગળીની આવક ઝીરો
સામાન્ય રીતે ગુજરાતમાં ડુંગળી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી પહોંચે છે. સૌરાષ્ટ્રના રાજકોટ, ગોંડલ, જામ જોધપુર, ધોરાજીથી આવતી ડુંગળીના પાકને નુકશાન થતા આવકમાં ઘટાડો થયો છે. પરિણામે હાલ રસોડા સુધી જે ડુંગળી પહોંચી રહી છે તે મહારાષ્ટ્રના સાકરી, ધુલીયા, પિમ્પલનેર, નાસિક અને પુનાથી ડુંગળીની આવક આવી રહી છે. આ સિવાય મધ્યપ્રદેશથી પણ ડુંગળી આવી રહી છે. પરિણામે ટ્રાન્સપોર્ટ અને અન્ય ખર્ચ વધતા તા તેની સીધી ડુંગળીના ભાવ પર પડી છે. 

લોકોના રસોડાનું બજેટ ખોરવાયું
પહેલા ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. ટામેટા એટલા મોંઘા થઈ ગયા હતા કે અનેક લોકોની થાળીમાંથી ગાયબ થઈ ગયા હતા. મોંઘા ટામેટા લેવાનું લોકો ટાળી રહ્યાં હતા. હવે ડુંગળી મોંઘી થઈ રહી છે. એટલે કે ગૃહિણીઓ માટે રસોડાનું બજેટ મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્ય પદાર્થમાં ભાવ વધારાની સીધી અસર સામાન્ય લોકો પર પડતી હોય છે. એટલે જરૂરી વસ્તુના ભાવ વધવાથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More