Home> Gujarat
Advertisement
Prev
Next

કુતિયાણાનો જાડેજા પરિવાર મુશ્કેલીમાં, જુનાગઢની જેલમાં કેદ હિરલબા સામે વધુ એક ગુનો નોંધાયો

Hiralba Jadeja Case : પોરબંદરના હિરલબા જાડેજા વિરુદ્ધ વ્યાજખોરીની ફરિયાદ નોંધાઈ, 75 લાખ 3 ટકા વ્યાજે આપ્યા હતા, તેની સામે 4 કરોડથી વધુની રકમ વ્યાજ અને પેનલ્ટી રૂપે કઢાવી લીધી. વ્યાજ ચુકવવામાં એક દિવસ મોડું થાય તો 10 ટકા લેખે પેનલ્ટી રૂપે 7.50 લાખ વસુલતા

કુતિયાણાનો જાડેજા પરિવાર મુશ્કેલીમાં, જુનાગઢની જેલમાં કેદ હિરલબા સામે વધુ એક ગુનો નોંધાયો

Porbandar News પોરબંદર : પોરબંદરના બહુચર્ચિત હિરલબા જાડેજાની મુશ્કેલીઓ વધી છે. અપહરણ, સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓમાં જેલમાં રહેલ હિરલબા જાડેજા વિરુદ્ધ વધુ એક ગુનો નોંધાયો છે. ગુજરાત મની લોન્ડરીંગ એક્ટ મુજબ ઉંચા દરે વ્યાજખોરી કરતા ગુનો નોંધાયો છે. 

fallbacks

પોરબંદરના હિરલબા જાડેજાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં જુનાગઢ જેલમાં કેદ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હિરલબા જાડેજા અને તેના સાગરીતો વિરુદ્ધ વધુ 1 ગુન્હો દાખલ થયો છે. હરીશભાઇ પોસ્તરીયાએ નોધાવી પોલીસ ફરિયાદ દાખલ કરી છે. જુનાગઢ જેલમાં કેદ હિરલબા જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. 

હિરલબા જાડેજા તથા તેમના સાગરીતો વિરુદ્ધ બળજબરીથી મિલ્કત તથા રૂપિયા કઢાવી લેવા, ગોંધી રાખવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધાયો છે. ફરિયાદી હરિશ રામજી પોસ્તરીયાએ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વર્ષ 2012 માં 3 ટકા લેખે 75 લાખ રૂપિયા લીધા હતા, જેના મુદલના બદલામાં 4 કરોડથી વધુની રકમ પેન્લટી પેટે કઢાવી હોવાની ફરીયાદ તેમણે કરી છે. વ્યાજ ચુકવવામાં એક દિવસ પણ જો મોડુ થાય તો 75 લાખના માસિક 10 ટકા લેખે 7.50 લાખ પેનલ્ટીરુપે વસુલવામાં આવતા હતા. 

સાણંદના રિસોર્ટમાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી પર રેડ, 39 નબીરા પકડાયા, 26 યુવતી

ઉલ્લેખનીય છે કે, હીરલબા જાડેજા કુતિયાણના પુર્વ ધારાસભ્ય ભુરા મુંજા જાડેજાના પત્ની તથા હાલના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી થાય છે. 

ઈઝરાયેલમાં રહેતી મહિલાએ કરી હતી ફરિયાદ
આ પહેલા મૂળ પોરબંદર જિલ્લાના અને હાલ ઇઝરાયેલ રહેતી મહિલાના વીડિયો બાદ હાર્બર મરીન પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. લીલુ ઓડેદરા નામની મહિલા દ્વારા હિરલબા જાડેજા વિરુધ્ધ આક્ષેપ કરાયા હતા. મહિલાને મોટું લેણું હોય અને તેની ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે પૈસાની માગણી કરાતી હોવાનો વીડિયોમા ઉલ્લેખ કરાયો હતો. 

ગાંધીનગરના કાવાદાવા : કૈલાસનાથન અચાનક ગાંધીનગરમાં યાદ આવ્યા, વિસાવદરવાળી ભડકો કરશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More