ભાવનગર/જામનગરઃ જામનગર અને ભાવનગરમાં વધુ એક-એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ભાવનગરમાં પાંચ દિવસ બાદ નવો કેસ સામે આવ્યો છે. ખેડૂતવાસમાં 22 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવક અમદાવાદથી 20 મેએ ભાવનગર પહોંચ્યો હતો.
ભાવનગરમાં પાંચ દિવસ બાદ નોંધાયો કેસ
અમદાવાદથી એક યુવક 20 મેએ ભાવનગર પરત ફર્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કિશન ચૌહાણ નામના વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે ભાવનગરમાં અત્યાર સુધી કુલ 114 કેસ નોંધાયા છે. જેમાં 8 લોકોના મૃત્યુ થયા છે તો 88 લોકો રિકવર થઈ ગયા છે.
જામનગરમાં વધુ એક કેસ નોંધાયો
જામનગરમાં એક 47 વર્ષીય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે મુંબઈથી પરત ફર્યો હતો. સમરસ હોસ્ટેલ ખાતે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. આ સાથે જામનગરમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 47 થઈ ગઈ છે. જેમાં 2ના મોત થયા છે તો 31 દર્દી રિકવર થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે