Home> Gujarat
Advertisement
Prev
Next

CM ને આદેશ આપવા પડ્યાં તે કેનેડા મોકલવાના નામે લાખોની ઠગાઇ અને અપહરણ કાંડમાં વધારે એક ફરિયાદ

ગાંધીનગર પોલીસે તાજેતરમાં જ 15 વ્યક્તિઓને એજન્ટોની ચુંગાલમાંથી હેમખેમ બચાવ્યા છે. જે વિદેશ જવાની લાલસામાં દિલ્હીમાં મોટી મુશ્કેલીમાં ફસાયા હતા. જોકે મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસે આ પરિવારને હેમખેમ પરિવાર સાથે મિલન કરાવ્યું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ રમેશ સોમાભાઈ પટેલ , સુશીલ રોય અને કમલ સિંઘાનિયા વિરુદ્ધ નોંધાઈ છે. 

CM ને આદેશ આપવા પડ્યાં તે કેનેડા મોકલવાના નામે લાખોની ઠગાઇ અને અપહરણ કાંડમાં વધારે એક ફરિયાદ

મૌલિક ધામેચા/અમદાવાદ : ગાંધીનગર પોલીસે તાજેતરમાં જ 15 વ્યક્તિઓને એજન્ટોની ચુંગાલમાંથી હેમખેમ બચાવ્યા છે. જે વિદેશ જવાની લાલસામાં દિલ્હીમાં મોટી મુશ્કેલીમાં ફસાયા હતા. જોકે મુખ્યમંત્રીના આદેશ બાદ પોલીસે આ પરિવારને હેમખેમ પરિવાર સાથે મિલન કરાવ્યું. આ મામલે ક્રાઇમ બ્રાન્ચમાં વધુ એક ફરિયાદ રમેશ સોમાભાઈ પટેલ , સુશીલ રોય અને કમલ સિંઘાનિયા વિરુદ્ધ નોંધાઈ છે. 

fallbacks

અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક યુવકને   કેનેડામાં વર્ક પરમીટ જોઈતી હોય તેના જ ફ્લેટમાં રહેતા પડોશીને વાત કરી હતી. પડોશી રમેશ પટેલે ફરિયાદી મિત પટેલને આંબાવાડી પાસે સુશીલ રોયની ઓફિસમાં તેમના પિતા સાથે લઈ ગયો બાદમાં રમેશ પટેલ અને સુશીલ રોય ભેગા મળીને રૂપિયા પડાવવા માટે પ્રલોભનો આપ્યા અને મોટી મોટી વાતો કરી કેનેડાની વર્ક પરમીટ અપાવવાનું કહીને 46 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

જોકે આ રૂપિયા આપતા પણ ભેજાબાજ ટોળકી યુવકને કેનેડા લઈ જવાના બદલે કલકત્તા લઈ ગઈ જ્યાં તેમને બંધુકની અણીએ 3500 ડોલર પડાવી લીધા એટલું જ નહીં મિત પટેલ ના કાનમાં પહરેલી સોનાની બુટ્ટી પણ ઉતરાવી લીધી. જોકે ભોગ બનનાર મિત પટેલ પાસેથી વધુ પૈસા પડાવવા આ ઠગ ટોળકીએ મિતના પિતા પાસેથી આ ટોળકીએ 46 લાખ રૂપિયા લઇ લીધા હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રમેશ પટેલ, સુશીલ રોય અને કમલ સિંઘનિયા વિરુદ્ધ નોંધાવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More