Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકામાં ભયાનક અકસ્માતમાં પાટણના યુવકનું મોત, ફૂટપાથ પર ચાલતા દિનકરને ટ્રકે ટક્કર મારી

America Accident News : પાટણના યુવકનું અમેરિકામાં અકસ્માતમાં મોત, અમેરિકાના ટેક્સાસમાં રોડ અકસ્માતમાં મોત, દિનકર સિયોલા નામના યુવકનું અકસ્માતમાં મોત  

અમેરિકામાં ભયાનક અકસ્માતમાં પાટણના યુવકનું મોત, ફૂટપાથ પર ચાલતા દિનકરને ટ્રકે ટક્કર મારી

gujaratis in america : અમેરિકાની ધરતી ભારતીયો માટે સલામત નથી રહી. અમેરિકામાં ગુજરાતીઓની સપનાની નગરી છે, પરંતુ આ ધરતી અનેક ગુજરાતીઓના જીવ લઈ રહી છે. ત્યારે પાટણ શહેરના યુવાનનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. અમેરિકાના ટેક્સાસમાં મોલમાં કામ કરતા યુવકને એક ટ્રકે ટક્કર મારી હતી. ત્યારે આજે તેનો મૃતદેહ તેના વતન પાટણમાં લાવવામાં આવ્યો છે. 

fallbacks

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ શહેરના મોટીસરા વિસ્તારના યુવાનનું અમેરિકામાં માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. અમેરિકાનાં ટેક્સાસ સ્ટેટનાં પલેસિયસ શહેરમાં અકસ્માતની ઘટના બની હતી. પાટણનો દિનકર કનૈયાલાલ સિયોલા નામનો યુવક આ શહેરમાં નોકરી કરતો હતો. તે ફૂટપાથ પર ચાલી રહ્યો હતો ત્યારે એક ટ્રકે તેને ટક્કર મારી હતી.

ગુજરાતની આ બેઠક પર લોકસભામાં ત્રણ પાટીદારો ઉમેદવારો વચ્ચે મેદાન-એ-જંગ

ટ્રકની ટક્કરમાં દિનકરનું ત્યાં જ મોત નિપજ્યું હતું. દિનકલર સિયોલા શહેરના એક મોલમાં નોકરી કરતો હતો. દિનકર રીલ્સ બનાવવાનો શોખી હતો. ત્યારે તેની છેલ્લી રીલના શબ્દોએ તેના પરિવારની આંખ ભીંજવી હતી. ‘કલ ખેલ મેં હમ હો ન હો ગરદીશ મેં તારે રહેંગે સદા’ ગીત પર તેણે રીલ બનાવી હતી. મૃતક યુવાન દિનકર સિયોલાની આ રિલ તેની રિયલ લાઇફમાં સાચી સાબિત થી હતી. મૃતક યુવાન દિનકરની લાશ આજે પાટણ તેમનાં મોટીસરા નિવાસસ્થાન ખાતે લાવવામાં આવી હતી. 

ગત વર્ષે પણ પાટણના યુવકનો થયો હતો અમેરિકામાં અકસ્માત
ગત વર્ષે પણ અમેરિકામાં એક રોડ અકસ્માતમાં મૂળ પાટણના યુવકનું કમકમાટીભર્યું મોત થયું હતું. ગત ઓગસ્ટ મહિનામાં હ્યુસ્ટનમાં ગેલેરિયા નજીક સર્જાયેલા હિટ-એન્ડ-રન ક્રેશમાં દર્શિલ ઠક્કરે પોતાનો જીવ ગુમાવ્યો હતો.કારે દર્શિલે ટક્કર મારી હતી અને દૂર સુધી ઢસડીને લઈ ગઈ હતી. એટલું જ નહીં, પરિસ્થિતિએ વધુ વિચિત્ર વળાંક ત્યારે લીધો જ્યારે દર્શિલ એક પછી એક અન્ય વાહનો નીચે પણ કચડાઈ ગયો. જો કે, આ દરમિયાન કોઈ પણ ડ્રાઇવરે ઘટનાસ્થળે ઉભા રહેવાની તસ્દી લીધી નહીં. 

એવોર્ડ તો મળી ગયો! આ તસવીરો પરથી તમે જ નક્કી કરો કે સુરત સ્વચ્છ છે કે નહિ?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More