Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં વધુ એક લેટરકાંડ : ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વિરોધમાં પત્ર ફરતા થયા

MLA Mahendra Padalia Letterkand : ઉપલેટાના ધારાસભ્યએ વાયરલ લેટર મામલે કરી સ્પષ્ટતા... પોતાને બદનામ કરવાનો પ્રયાસ કરાયાનો MLA મહેન્દ્ર પાડલિયાનો દાવો... ધારાસભ્ય પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતો લેટર થયો હતો વાયરલ...

ગુજરાતમાં વધુ એક લેટરકાંડ : ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વિરોધમાં પત્ર ફરતા થયા

Gujarat Politics : અમરેલી બાદ ગુજરાતમાં વધુ એક લેટર કાંડથી ચકચાર મચી ગયો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પર ગંભીર આક્ષેપ લાગ્યા છે. મહેન્દ્ર પાડલિયા ભ્રષ્ટાચારી અને ખંડણીખોર હોવાના આરોપ પત્રમાં કરાયા છે. ધારાસભ્યના નામનો લેટર ફરતો થતા ફરીથી ભાજપમાં રાજકારણ ગરમાયું છે. 

fallbacks

અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સામે ગંભીર આક્ષેપો કરતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાનો લેટરમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ભ્રષ્ટાચારી ધારાસભ્યથી બચાવવા માંગ કરાયોનો ઉલ્લેખ કરાયો છે. .

નાના કોન્ટ્રાકટર અને દેશી દારૂ વેચાણ કરતા લોકો પાસેથી પણ ઉઘરાણા કરતા અને 2 હજાર 3 હજાર જેવી રકમ માટે ઉઘરાણા કરતા હોવાનું પત્રમાં લખાયં છે. પોલીસ સ્ટેશન, મામલતદાર, PGVCL, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારી પાસેથી પણ હપ્તા લેવામાં આવે છે. ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે હપ્તા પહોંચાડવામાં આવતા હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો છે. 

મહેન્દ્ર પાડલિયાની સ્પષ્ટતા
રાજકોટ જિલ્લાના ઉપલેટા ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાના ભ્રસ્ટાચાર મામલે લેટર વાયરલ મામલે ધારાસભ્યએ સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, આં કોઈએ તથ્ય હીન લેટર વાયરલ કર્યો છે મને બદનામ કરવા મારી પ્રતિષ્ઠાની હાની પહોંચાડવાનું કામ કર્યું છે. મારા વિસ્તારની ત્રણેય નગરપાલિકામાં વિજય થયો છે, જે મારી સારી કામગીરી જોઈ નથી શક્યા એટલે મારી પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા કારસ્તાન કર્યું છે. રાજકોટ એસપી સાહેબને આ બાબતમાં ફરિયાદ કરી છે. મારા પાર્ટીના અંદરના કાર્યકર પણ હોઈ શકે તેની તપાસ એસપી સાહેબને કરવાનું કહ્યું છે.  

ઘેડને ડૂબતું બચાવવા સરકારનો માસ્ટર પ્લાન, પાણીના કાયમી ઉકેલ માટે લીધો મોટો નિર્ણય

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More