Home> Gujarat
Advertisement
Prev
Next

VADODARA માં વધારે એક લવ જેહાદ: રાજા તરીકે ઓળખ આપી સગીરા પર અનેકવાર દુષ્કર્મ

શહેરના છાણી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 20 વર્ષીય મિકેનીક વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. તપાસમાં બહાર આવ્યું કે, પહેલીવાર ચાઇનીઝની લારી પર સગીરાને જોઇને અમાનતુલ્લાહે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી હતી. દોષ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ વિવિધ સ્થળે લઇજઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

VADODARA માં વધારે એક લવ જેહાદ: રાજા તરીકે ઓળખ આપી સગીરા પર અનેકવાર દુષ્કર્મ

વડોદરા : શહેરના છાણી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવીને 20 વર્ષીય મિકેનીક વિધર્મી યુવકે લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચરતા પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે. તપાસમાં બહાર આવ્યું કે, પહેલીવાર ચાઇનીઝની લારી પર સગીરાને જોઇને અમાનતુલ્લાહે પોતાની ઓળખાણ રાજા તરીકે આપી હતી. દોષ વર્ષથી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ વિવિધ સ્થળે લઇજઇને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. 

fallbacks

છાણીમાં રહેતી ધોરણ 10 સુધીનો અભ્યાસ કરી ચુકેલી 15 વર્ષીય સગીરાને રણોલીમાં રહેતા મુળ બિહાર દરભંગાના અમાનતુલ્લાહ ઉર્ફે રાજા મનસુરઆલમને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ કર્યા બાદ લગ્નની લાલચ આપી વતન દરભંગા લઇ ગયો હતો. જો કે પોલીસને જાણ થઇ જતા પરિવારને જાણ કરી બંન્નેને ફલાઇટમાં વડોદરા પરત બોલાવ્યા હતા. પોલીસ અને હિન્દુ સંગઠનોએ સગીરાની પુછપરછ જાણવા મળ્યું કે, દોઢ વર્ષ પહેલા અમાનતુલ્લાહે સગીરાને પહેલીવાર ચાઇનીઝની લારી પર જોઇ હતી. ત્યાં સામે ચાલી તેણે પોતાની ઓળખ રાજા તરીકે આપીને પ્રેમજાળમાં ફસાવી મોબાઇલ નંબર લઇ લીધો હતો. 

ત્યાર બાદ બંન્ને સંપર્કમાં આવ્યા અને અલગ અલગ સ્થળે લઇ જઇને વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરનારા અમાનતુલ્લાહ ગત્ત 2 તારીખે સગીરાને લગ્નની લાલચ આપી તથા ફરવા જવાના બહાને ઘેરથઇ લઇ ગયો. બસમાં બિહારના પટના જવા રવાના થયો. જો કે પોલીસે અમાનતુલ્લાહના બંન્ને ભાઇઓની કડક પુછપરછ કરતા દરભંગા પહોંચી કે તુરંત જ બંન્નેએ ફ્લાઇટમાં વડોદરા આવવા જણાવ્યું. જેથી તે ગભરાયો અને લગ્ન સહિતની કોઇ વાતચીત કરી શક્યો નહોતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More