Gujarat BJP : વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયું છે. ભાજપે રાજ્યસભાની ચૂંટણીને લઈને ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ ગુજરાત ભાજપ સક્રિય બન્યું છે. તેથી તમામ ધારાસભ્યોએ મત વિસ્તાર છોડી બહાર ન જવા સૂચના આપી દેવાઈ છે. ભાજપમાં હજી પણ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. પરંતું ગુજરાત રાજ્યસભા માટે ભાજપના ઉમેદવારોને લઇ શોધખોળ શરુ થતા કેટલાક નામો ચર્ચામાં છે. પરંતુ રાજ્સભાની રેસમાં હવે નવુ નામ ઉમેરાયું છે એક દિગ્ગજ નેતાનું નામ રાજ્યસભાના સાંસદ બનવા માટે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ દિગ્ગજ નેતા કોણ છે તેના પર વાત કરીએ.
પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલનું નામ રાજ્યસભાના સાંસદ તરીકે ચર્ચામાં છે. જ્યારે બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલને પણ ભાજપમાં કોઈ જવાબદારી મળે તેવી અટકળો ચાલી રહી છે. પ્રફુલ પટેલને કેબિનેટમાં પણ સ્થાન મળે તેવી શક્યતા છે. આજે દિલ્હી ખાતે ભાજપની રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાનાર છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં જમ્મુ કશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, છત્તીસગઢ અને, હરિયાણા રાજ્યના ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજાનાર છે. આ બેઠકમાં ગુજરાત સહીત ઉત્તર ઝોનના રાજ્યોના પ્રદેશ પ્રમુખ, સંગઠન મંત્રી અને પ્રભારીઓએ જોડાશે. આ બેઠકમાં આગામી સમયમાં લોકસભા ચૂંટણીના રોડ મેપ સાથે રાજ્યસભાની 10 સીટો માટે ચર્ચા થશે.
મધ્યપ્રદેશથી ગુજરાત ફરવા આવેલા વૃદ્ધ ગીરમાં બે ખીણ વચ્ચે ફસાયા, માંડ રેસ્ક્યૂ કરાયું
રાજ્યસભાની ચૂંટણીમાં વિદેશમંત્રી એસ જયશંકર રિપીટ થાય તેવી શક્યતા વધારે છે. પરંતુ બાકીના બે નામ પર હજી ભાજપ કોઈ નિર્ણય પર આવ્યું નથી. આવામાં દીવ દરમણના એડમિનિસ્ટ્રેટર અને પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. પ્રફુલ પટેલને પણ કેન્દ્રમાં મંત્રી તરીકે સ્થાન મળે તેવી શક્યતાઓ વધારે જોવાઈ રહી છે.
11 મીએ જાહેરાત થવાની શક્યતા
તારીખ 10 જુલાઈના રોજ કમલમમાં ભાજપની પાર્લામેન્ટરી બેઠક યોજાશે. જેમાં ઉમેદવારોના નામોની ચર્ચા થશે. આ ચર્ચામાં નક્કી થયેલા નામ દિલ્હી દરબારમાં મોકલાશે. જેના બાદ 11 જુલાઈના રોજ રાજ્યસભાના ત્રણેય સદસ્યોના નામોની દિલ્હીથી જાહેરાત થાય તેવું લાગી રહ્યું છે. પરંતુ હાલ અનેક નામો પર રાજકીય અટકળો ચાલી રહી છે.
રાજ્યસભામાં જ્ઞાતિનું ગણિત
વિદેશમંત્રી એસ જયશંકરને રિપીટ કરવામાં આવી શકે છે, જ્યારે બાકીની બંને બેઠકો પર નવા ચહેરાને તક મળી શકે છે.. વર્તમાન સાંસદ જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાને આ વખતે પડતા મૂકવામાં આવી શકે છે. આ બંને નેતાઓના બદલે ગુજરાતમાંથી એક ખૂબ જ સિનિયર નેતાને રાજ્યસભામાં લઈ જવામાં આવી શકે છે. બે બેઠક પર ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગીની શક્યતા સેવાઈ રહી છે. ગુજરાતમાંથી સિનિયર નેતાને રાજ્યસભામાં એન્ટ્રી મળી શકે છે. ઓબીસી અને ક્ષત્રિય નેતાની પસંદગી થાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે