Home> Gujarat
Advertisement
Prev
Next

ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ

ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં વધુ એક કદમ

* તા.૭ થી ૯ માર્ચ દરમ્યાન “ફાર્મ ફેશ ફેસ્ટીવલ-૨૦૨૧" યોજાશે
* અમદાવાદ રીવરફ્રન્ટ  ખાતે વલ્લભસદનની પાછળ કરાયું છે સમગ્ર આયોજન
* રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તા.૭મી માર્ચે સવારે ૧૦.૩૦ કલાકે ઉદ્દઘાટન
* ખેડૂતો આરોગ્યપ્રદ ફળ-શાકભાજી જેવા બાગાયતી ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી વેચાણ કરી શકે તે આશયથી અમદાવાદમાં “ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ-૨૦૨૧”નું આયોજન

fallbacks

અમદાવાદ : રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક નક્કર કદમ ભર્યુ છે. રાજ્યના ખેડૂતો આરોગ્યપ્રદ ફળ-શાકભાજી જેવા બાગાયતી ઉત્પાદનો સીધા ગ્રાહક સુધી વેચાણ કરી શકે અને બાગાયતી પાકોનુ નિદર્શન કરી શકે તે આશયથી અમદાવાદમાં “ફાર્મ ફ્રેશ ફેસ્ટીવલ-૨૦૨૧”નું આયોજન કરવામાં આવ્યુ છે. 

Gujarat Corona: રાજ્યમાં ફરી વધ્યા કોરોના કેસના આંકડા, રિકવરી રેટમાં નોંધાયો ઘટાડો

અમદાવાદ રીવરફ્રન્ટ ખાતે વલ્લભસદનની પાછળ તા.૭ થી ૯ માર્ચ દરમ્યાન આ “ફાર્મ ફેશ ફેસ્ટીવલ-૨૦૨૧" યોજાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી  વિજય રૂપાણીના હસ્તે તા.૭મી માર્ચે સવારે ૧૦.૩૦ કલાકે આ કર્યક્રમનુ ઉદ્દઘાટન થશે તેમ બાગાયત નિયામકે જણાવ્યુ છે.

અડધા કચ્છના લોકોને રાતે પાણીએ રડાવનાર બાપ-બેટાને પોલીસે ઝડપી લીધો

સંયુક્ત રાષ્ટ્ર (United Nations)ની સામાન્ય સભા દ્વારા વર્ષ-ર૦ર૧ને આંતરરાષ્ટ્રીય ફળ-શાકભાજી વર્ષ જાહેર કરવામાં આયુ છે. જે અંતર્ગત આ “ફાર્મ ફેશ ફેસ્ટીવલ-૨૦૨૧"નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના દરેક જિલ્લામાંથી આગવી ઓળખ ધરાવતા ફળ, શાકભાજી, મસાલા પાકો, ફૂલ, કાજુ તથા પ્રાકૃતિક ખેત ઉત્પાદનોનું ૧૨૫ જેટલા સ્ટોલ ઉપરથી ખેડૂતો મારફત શાકભાજી, ફળ ફળાદી, મધ, મસાલા પાકો, ફૂલ-પાક, જૈવીક ખેતીથી કરેલ ઉત્પાદન, ફળ-શાકભાજીની વિવિધ બનાવટો, મધ વિગેરેનું સીધું વેચાણ હાથ ધરવામાં આવનાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More