ચેતન પટેલ / સુરત : ચેકીંગ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવાની જગ્યાએ હપ્તો લેતો વધુ એક વિડીઓ વાયરલ થયો છે. આ વખતે આ વાયરલ વિડીયો સુરતના પુણા ગામ વિસ્તારનો છે. વિડીયો જોવા પર મળે કે ત્રણ ટ્રાફિક ના પોલીસ જવાન ટેમ્પો ચાલક પાસેથી હપતા વસુલ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસનાં હપ્તા ઉઘરાવવાનો વીડિયો અગાઉ પણ સુરત ખાતે વાઇરલ થઇ ચુક્યો છે.
તંત્રના પાપે જામનગરથી કચ્છ જવાનો પુલ બેસી જતા, રસ્તો જ બંધ થઇ ગયો
સુરતના પુણા સીમાડા ચેક પોસ્ટ પાસે હપ્તા ખોરી ની ઘટના સામે આવી છે. એક વાયરલ વિડીયોએ ફરી એક વખત સુરત સુરત પોલીસની પોલ ખોલી નાખી છે.ચેકપોસ્ટ કોન્સ્ટેબલ જગદીશ હડિયા સહિત 3 નો વિડીયો વાયરલ થયો છે.ટેમ્પા ચાલક પાસે હપ્તો લેતા વિડીયો કેમેરામાં કેદ થયો છે. પોલીસની હપતાખોરી થી હેરાન થઈ ગયેલા સ્થાનિક લોકોએ પોલીસ નો પોલ ખોલવા માટે આ વીડિયો ઉતાર્યો છે.પોલીસ ના ત્રાસ થી લોકો ત્રસ્ત હોવાથી સ્થાનિકો એ આ વીડિયો બનાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે