નવનીત દલવાડી/ભાવનગર : સામાન્ય રીતે સિંહ ક્યારે પણ માનવ પર હુમલો કરતો નથી. જો કે વ્યક્તિ દ્વારા રંજાડવામાં આવે તો તે સ્વબચાવમાં હુમલો કરતો હોય છે. જો કે માનવમાંસ ક્યારે પણ સિંહ ખાતો નથી અને હુમલો કર્યા બાદ ત્યાં રોકાતો પણ નથી. તત્કાલ સ્થળ પરિવર્તન કરી દે છે. સામાન્ય રીતે સિંહ મારણ કર્યા બાદ આખી રાત ત્યાં રહીને જ મીજબાની માણે છે. પરંતુ માનવ પર હુમલો કર્યા બાદ તે સ્થળ છોડીને જતો રહે છે. પરંતુ સિંહ છેલ્લા ઘણા સમયથી પોતાનાં સિમાડા મુકીને એવા સ્થળો પર આવી ચડ્યાં છે જ્યાં ક્યારે પણ સિંહ જોવા મળ્યા નથી.
GUJARAT CORONA UPDATE: નવા 780 કોરોના દર્દી, 916 સાજા થયા, 04 દર્દીઓનાં કોરોનાને કારણે મોત
જેના કારણે સ્થાનિકોમાં પણ કુતુહલ છે. આ ઉપરાંત સિંહોમાં પણ વિસ્તાર વિશે અણસમજ છે. જેના કારણે હુમલાની ઘટનાઓ સામે આવે છે. આજે ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં આવેલા ગળથર ગામે એક સિંહે યુવાન પર હુમલો કર્યો હતે. સિંહના હુમલાથી ઘાયલ યુવકને તત્કાલ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે ઇજા ખુબ જ સામાન્ય હોવાથી તેને ડ્રેસિંગ કર્યા બાદ તત્કાલ રજા આપી દેવામાં આવી હતી. તો બીજી તરફ આવી ઘટનાઓના કારણે ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
અતિસંપન્ન પરિવારની દીકરીએ ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત, સમાચાર મળતા આખો પરિવાર બેભાન
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર વહેલી સવારે મહુવાના ગળથર ગામની સીમમાં બે સિંહ આવી ચડ્યાં હતા. વાડી વિસ્તારમાં ફરતા આ સિંહો ત્યાં મજુરી કામ કરતા 40 વર્ષીય એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. જો કે સદનસીબે તે યુવકનો બચાવ થયો હતો. સિંહા હુમલાથી ઘાયલ યુવકને તત્કાલ મહુવાની સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. જ્યારે વન વિભાગને આ ઘટનાની જાણ સ્થાનિકોએ કરી ત્યારે થઇ હતી. જેથી સિંહના ટ્રેકિંગના દાવા કરતું વન વિભાગ ઉંઘતુ ઝડપાયું હતું. વન વિભાગે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. સારવાર લઇ રહેલા યુવક સાથે પણ વાતચીત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે