Home> Gujarat
Advertisement
Prev
Next

એક તરફી પ્રેમમાં પાગલ મંદિરના પૂજારીએ પરણિતાને જીવતી સળગાવી

રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પુજારીએ પરિણીતાને જીવતી સળગાવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના મોટા મવા નજીક લક્ષ્મીના ઢોરાની પાછળ આવેલા કાલભૈરવ મંદિરના પૂજારી બોની દ્વારા પૂર્વી નામની પરિણીતાને જીવતી સળગાવી છે. મંદિરમાં આવીને મહિલા છૂટક મજૂરી કામ કરતી હતી. તે સમય દરમિયાન પૂજારીને તેની સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો. 

એક તરફી પ્રેમમાં પાગલ મંદિરના પૂજારીએ પરણિતાને જીવતી સળગાવી

રક્ષિત પંડ્યા: રાજકોટમાં એકતરફી પ્રેમમાં પાગલ પુજારીએ પરિણીતાને જીવતી સળગાવી હોવાની ઘટના સામે આવી છે. રાજકોટના મોટા મવા નજીક લક્ષ્મીના ઢોરાની પાછળ આવેલા કાલભૈરવ મંદિરના પૂજારી બોની દ્વારા પૂર્વી નામની પરિણીતાને જીવતી સળગાવી છે. મંદિરમાં આવીને મહિલા છૂટક મજૂરી કામ કરતી હતી. તે સમય દરમિયાન પૂજારીને તેની સાથે એક તરફી પ્રેમ થઇ ગયો હતો. 

fallbacks

પૂજારીને પરણિત મહિલા સાથે એક તરફી પ્રેમ થઇ જતા પૂજારી બોની અવાર નવાર મહિલાને ફોન કરીને મંદિરમાં કામ કરવા માટે બોલાવતો હતો. થોડા દિવસો બાદ પૂજારીએ પરણિત મહિલા સાથે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.પરંતુ મહિલા દ્વારા પૂજારીને ઇન્કાર કરવામાં આવ્યો હતો.

ગુજરાત જીતવાના લક્ષ્યાંક સાથે 40 લાખ ઘરોમાં લગાવાશે ભાજપનો ઝંડો

પૂજારીને મહિલા લગ્ન કરવાની ના પાડવામાં આવતા તેને જોર જબરજસ્તીથી કેરોસીન છંટીને સળગાવી દઈશ તેવી ધમકી આપી હતી. પરણિત મહિલાને પૂજારી દ્વારા ધમકી આપ્યા છતા તેણે પૂજારી સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરતા એક તરફી પ્રેમમાં પાગલ થયેલા પૂજારીએ મહિલાને કેરોસીન છાંટીને જીવતી સળગાવી હતી.

fallbacks

મહિલાને સળગાવતી વખતે પૂજારી પોતે પણ સામાન્ય રીતે દાજયો હતો. મહિલાને કેરોસીન છાંટીને આગ લગાવતા તેને સિવિલ હોસ્પિટલમાં અને પૂજારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામા આવ્યો છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કરી મહિલાનું નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More